ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર- આણંદ એસ.ટી.બસ અનિયમિતાના કારણે મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને હાલાકી
સંતરામપુર તા. ૧૭
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા સંતરામપુર એસ.ટી.બસ ડેપો માંથી છેલ્લા 20 વર્ષથી સંતરામપુર આણંદ બસ વાયા કાંકણપુર- સેવાલીયા બસ સેવા કાર્યરત છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સંતરામપુર-આણંદ બસ અનિયમિત થઈ ગયેલ હોવાથી શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ દરરોજ મુસાફરી કરતા લોકોને મુસાફરી કરવા માટે મુશ્કેલી ઉભી થઇ છે. મોટી વાત એ છે કે આણંદમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સંતરામપુર ડેપોમાંથી બસ નંબર GJ18Z9002 ફાળવામાં આવેલ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ બસ ડેપોમેનેજરની મનમાની વ્યવસ્થાના કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરોને હાલાકી ભોગવી પડી રહી છે.આ બસ સંતરામપુરથી સમય સવારે 7:00 વાગે ઉપડે છે અને તે ટીંબાપાટીયા થી કાંકણપુર- રતનપુર- સેવાલીયા તરફ અંતરયાળ ગામોમાં રહીને બસ જતી-આવતી હોય છે જેમાં વિદ્યાર્થીઓ તેમજ આ રૂટ ઉપરથી પવિત્ર યાત્રા ધામ ડાકોર રણછોડરાયના દર્શન અર્થે જવા વાળા માઇ ભક્તો પણ આ બસનો ઉપયોગ કરતા હોય છે. વિદ્યાર્થીઓ જ્યારે બસની રાહ જોઈ ઉભા હોય અને બસ ના આવવાથી તેમને શાળા કોલેજનો સમય વેડફાઈ જતો હોય છે.તેમજ નજીક કોઈ રોડના હોવાથી વિદ્યાર્થીઓ-મુસાફરો ઝડફથી મુખ્ય રોડ પર જઈ શકતા નથી.બસ અનિયમિતાના કારણે લઈને વિદ્યાર્થીઓ-મુસાફરો દ્વારા ડેપોના કન્ટ્રોલ રૂમમાં જાણ કરતા કંટ્રોલ રૂમમાંથી જણાવવામાં આવેલ કે એ બધું અમારામાં આવતું નથી અમને ડેપો મેનેજર કહે એટલુંજ કરવાનું હોય છે. તેને લઈ ડેપોમેંનેજરને તેમના નંબર ઉપર ટેલિફોનિક વાત કરતા તેઓ દ્વારા ગોડ ગોડ જવાબ આપવામાં આવેલ હતા. તો આ સાથે આ બાબતે અનેકો વખત લેખીત રજુઆત કરતા પણ ડેપોમેનજરની જાડી ચામડીના કારણે કોઈ અસર થતી નથી. અહીં નોંધનીય છે કે સંતરામપુર- આણંદ મીની બસ હોવા છતાં તે આવક રૂપિયા ₹12000 જેટલી ઉભી થાય છે તેમ છતાં બસ કાયમી શરૂ રાખવામાં આવતી નથી વિદ્યાર્થીઓ-મુસાફરો અને ડાકોર રણછોડરાયના દર્શન અર્થે જતા દર્શનાર્થીઓની માંગ છે કે સંતરામપુર-આણંદ બસ કાયમી નિયમિત ચાલુ રાખવામાં આવે છે.