રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના નવા ફળિયામાં દિપડો દેખાતા ભયનો માહોલ: વન વિભાગે પાંજરું ગોઠવ્યું.
વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
ગરબાડા તા. ૧૬
ગરબાડા તાલુકાના નવા ફળિયા પંથકમાં દીપડાએ દસ્તક દેતા આજુબાજુ નાં વિસ્તારના લોકોમાં ભય પ્રસરી જવા પામ્યો હતો. દિપડો દેખાતા આજુબાજુના સ્થાનિક લોકો તેમજ ખેડૂતો દ્વારા આ બાબતે વન વિભાગના RFO એમ.એલ બારીયા ને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના આર.એફ.ઓ તત્કાલીન ઘટના સ્થળે જોઈને તપાસ હાથ ધરી દીપડાને પકડી પાડવા માટે પાંજરું ગોઠવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બાબતે આર.એફ.ઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અહીંયા આગળ એક દિપડો હતો તેનું રેસ્ક્યુ કરાયું હતું ફરીવાર આ એક બીજો દીપડો જોવા મળ્યો છે જે એક દોઢ વર્ષનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને આ દીપડાને પકડી પાડવા માટે અમારી ટીમએ અહીંયા પાંજરૂ પણ ગોઠવ્યું છે અને દીપડાને ઝડપી પાડવા માટેના તમામ પ્રયાસો અમારા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.