બાબુ સોલંકી :- સુખસર
*માલવણ આર્ટ્સ કોલેજ NSS-UNIT દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો*
સુખસર,તા.22
શ્રી એન કે મહેતા એન્ડ શ્રીમતી એમ એફ દાણી આર્ટ્સ કોલેજ માલવણના એન.એસ.એસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ.નરેશભાઈ વણઝારાના જણાવ્યા અનુસાર સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમ અંતર્ગત આજરોજ કોલેજમાં વિશેષ વ્યાખ્યાનનું આયોજન એન.એસ.એસ યુનિટ દ્વારા રાખવામાં આવ્યું હતું.ડૉ.હરેશકુમાર ઘોણા દ્વારા “સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે સમાજની ભૂમિકા વિષય ઉપર ખૂબ જ અસરકારક વ્યાખ્યાન આપ્યું હતું. સ્વચ્છ સમાજ હશે તો જ સ્વસ્થ સમાજ બનશે એ વિચારો વિદ્યાર્થીઓ સુધી તેમણે પહોંચાડ્યા હતા. કાર્યક્રમમાં સંસ્થાના આધારે ડૉ.સી એમ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.આ કાર્યક્રમમાં કોલેજના તમામ અધ્યાપકો,વહીવટી ગણ અને ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને શોભાવ્યો હતો.