Friday, 04/10/2024
Dark Mode

પ્રીત ફાઉન્ડેશન નવસારી દ્વારા ગૌ રક્ષા દળ દાહોદ ના પ્રમુખ કૃષ્ણકાંત ટાંક(પિન્ટુ કલાલ) ને ગૌ સેવા સમર્પણ પુરસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો..

September 22, 2024
        1579
પ્રીત ફાઉન્ડેશન નવસારી દ્વારા ગૌ રક્ષા દળ દાહોદ ના પ્રમુખ કૃષ્ણકાંત ટાંક(પિન્ટુ કલાલ) ને ગૌ સેવા સમર્પણ પુરસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો..

રાજેશ વસાવે :- દાહોદ 

પ્રીત ફાઉન્ડેશન નવસારી દ્વારા ગૌ રક્ષા દળ દાહોદ ના પ્રમુખ કૃષ્ણકાંત ટાંક(પિન્ટુ કલાલ) ને ગૌ સેવા સમર્પણ પુરસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો..

પહેલી રોટી ગાય કી’ અભ્યાનને એક વર્ષ પૂર્ણ થતા મહેશ સવાણીના હસ્તે ગૌ સમર્પણ પુરસ્કાર એનાયત કરાયા. 

દાહોદ તા. ૨૨

પ્રીત ફાઉન્ડેશન નવસારી દ્વારા ગૌ રક્ષા દળ દાહોદ ના પ્રમુખ કૃષ્ણકાંત ટાંક(પિન્ટુ કલાલ) ને ગૌ સેવા સમર્પણ પુરસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો..

શિક્ષણ સાથે સંસ્કૃતિ સૂચન કરવા ધ્યેયથી એક રોટલી ગાય કે અભિયાન શરૂ કરનાર પ્રીત ફાઉન્ડેશન દ્વારા નવસારી બીઆર ફાર્મ ખાતે ગૌ સેવા સમર્પણ પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. 

છેલ્લા એક વર્ષથી 60 શાળાઓ અને આશરે 40,000 થી વધુ વિદ્યાર્થીઓ ના સહયોગથી એક રોટી ગાય કી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં બાળકો ઘરથી રોટલી લાવે છે જે સંસ્થાના સ્વયંસેવકો દ્વારા ગૌશાળા સુધી પહોંચાડવામાં આવે છે આ અભિયાન પૂર્ણ થતા સંયોગી શો શાળાનું સન્માન કરવા માટેના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જાણીતા સમાજસેવી મહેશભાઈ સવાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તેમણે આ અભિયાનને બિરદાવ્યું હતું અને તેમના દ્વારા સંચાલિત શાળાઓમાં આ અભિયાન શરૂ કરવા માટે પણ અપીલ કરી હતી. સાથે જ નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સુનિલ અગ્રવાલ પણ અભિયાનને બિરદાવ્યું હતું. શાળાના સન્માન સાથે જ ગૌ સેવા પુરસ્કાર તગાભાઈ પુરોહિત ને ગૌરક્ષા પુરસ્કાર કૃષ્ણકાંત ટાંક (પિન્ટુ કલાલ દાહોદ) તથા ગૌ સંવર્ધન પુરસ્કાર ગીર ગૌ સેવા જતન સંસ્થાન રમેશભાઈ રૂપરેલીયા ને અર્પણ કરવામાં આવ્યું હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અગ્રવાલ દ્વારા પણ સંસ્થાને શુભકામના પાઠવવામાં આવી હતી. સન્માન પ્રાપ્ત શાળાઓ સંચાલકો વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા આ અભિયાન બાબતે ખુશી વ્યક્ત કરવામાં આવી અને સંસ્કૃતિ અને શિક્ષણના આ સમન્વયને બિરદાવ્યું હતું.

એ ઘટના બની અભિયાન નું કારણ 

અમે એક દિવસ ગાયને રોટલી ખવડાવવા ગયા ત્યાં અમને ના પાડવામાં આવી અને જણાવ્યું કે ગાયને રોટલી નહીં પણ અમારી પાસે જે ઘાસ છે તે ખરીદી ને તેમને ખવડાવો આ વાત પરથી મને ખૂબ દુઃખ થયું અને વિચાર આવ્યો કે આપણી સંસ્કૃતિ વિસરાઈ રહી છે આ સંસ્કૃતિને જીવંત રાખવા માટે અમે અભિયાન શરૂ કર્યું અને અમને તેમાં સફળતા પણ મળી.

ગૌરક્ષક પુરસ્કાર 

આ મારુ પુરસ્કાર નથી પણ ગૌ માતાનું પુરસ્કાર છે જે સન્માન મને આપ્યું છે તે મારું સન્માન નહીં મારું નહિ પણ મારી સાથે ખભેતી ખભે મળાવીને જે ગૌરક્ષા કરે છે તે કાર્યકર્તાઓ નું સન્માન છે.

અધ્યક્ષ ગૌ રક્ષા દળ દાહોદ

કૃષ્ણકાંત ટાંક (પિન્ટુ કલાલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!