બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા વિધાનસભા નો સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો પ્રારંભ,*
*સરકાર ની અનેક યોજનાઓનો લાભ સ્થળ પર જ મળશે: ધારાસભ્ય રમેશભાઈ કટારા*
સુખસર,તા.17
રાજ્ય સરકારનો સેવા સેતુ કાર્યક્રમ
સેવા સેતુના 10માં તબક્કાનો પ્રારંભ થયો હતો.જેમાં ફતેપુરા વિધાનસભા માં આઇ.કે દેસાઈ સ્કૂલ ખાતે
ધારાસભ્ય રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.વિવિધ યોજનાઓનો લાભ સ્થળ પર જ મળશે.તાલુકા વહિવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકારના વહીવટમાં ઝડપ વધે તે માટે એવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો પ્રારંભ થયો છે ત્યારે ફતેપુરા વિધાનસભા વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો ફતેપુરા ખાતેથી ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.સેવાસેતુ કાર્યક્રમમાં હેઠળ પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થજળ પર જ આવકના દાખલા,રેશનકાર્ડ, આધારકાર્ડ,મા-વાત્સવલ્ય કાર્ડ,મા અમૃત્તમકાર્ડની અરજીઓનો સ્વીકાર, દિવ્યાંગ પ્રમાણપત્ર,વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય જેવાં અનેક પ્રકારના પ્રમાણપત્રો સ્થળ પર જ મળી રહેશે.સેવાસેતુ કાર્યક્રમથી નાગરિકોની રજુઆતોનો ઘરઆંગણે અને ઝડપી ઉકેલ મળે છે.આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા તાલુકા પંચાયત પ્રમુખ ભરત પારગી,જિલ્લા પંચાયત સભ્ય પ્રતાપભાઈ પારગી,ડો. અશ્વિનભાઈ પારગી,તાલુકા ભાજપ પ્રમુખ રામાભાઈ પારગી,મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.એક પેડ માં કે નામ અંતર્ગત વુક્ષારોપણ કરવામા આવ્યુ હતુ.