બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના વાંકાનેર પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું*
*મૂળ વાંકાનેર ના વતની કલાલ ખેમચંદ લાલ નઓની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે શાળામાં તિથિ ભોજન રાખવામાં આવ્યું હતું*
સુખસર,તા.17
ફતેપુરા તાલુકાના વાંકાનેર પ્રાથમિક શાળા ખાતે આજરોજ સુખસરના કલાલ સમાજના એક સભ્યની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજન રાખવામાં આવ્યું હતું.જેનો શાળાના બાળકોને લાભ આપવામાં આવ્યો હતો.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ વાંકાનેરના મૂળ વતની અને સુખસર ખાતે રહેતા કલાલ ખેમચંદ લાલ ઉર્ફે દશરથભાઈ મોતીલાલ નાઓ ગત છ વર્ષ અગાઉ મરણ ગયેલ હતા. જેઓની આજરોજ છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ હોય ખેમચંદ લાલ કલાલની કર્મભૂમિ એવા વાંકાનેર ખાતે આવેલ પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. જેનો શાળાના તમામ બાળકોએ લાભ લીધો હતો. તેમજ છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે મૃતક ના પુત્રો દ્વારા સુખસર સ્મશાન ખાતે નનામીની ભેટ આપવામાં આવી હતી.
ખેમચંદલાલ કલાલની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્રો કમલેશભાઈ કલાલ તથા લોકેશભાઈ કલાલના ઓ તરફથી સુખસર સ્મશાન ખાતે નનામી પણ ભેટ આપવામાં આવી હતી. આમ પિતા ખેમચંદ લાલ કલાલની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર દ્વારા વાંકાનેર પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું સાથે સાથે સુખસર સ્મશાન ખાતે નનામી ની ભેટ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.