Friday, 04/10/2024
Dark Mode

*દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ* *તમામ અધિકારીશ્રીઓ અને તલાટીઓને ફરજિયાત હેડકવાર્ટર પર હાજર રહેવા તાકીદ*

August 26, 2024
        794
*દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ*  *તમામ અધિકારીશ્રીઓ અને તલાટીઓને ફરજિયાત હેડકવાર્ટર પર હાજર રહેવા તાકીદ*

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ*

*તમામ અધિકારીશ્રીઓ અને તલાટીઓને ફરજિયાત હેડકવાર્ટર પર હાજર રહેવા તાકીદ*

*કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા તંત્ર વાહકોને સાવચેતી અને તકેદારીના પગલાં લેવા જરૂરી સૂચનાઓ આપી*

દાહોદ તા. ૨૬

*દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ* *તમામ અધિકારીશ્રીઓ અને તલાટીઓને ફરજિયાત હેડકવાર્ટર પર હાજર રહેવા તાકીદ*

હવામાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં આગામી દિવસો દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સાબદુ થયું છે. કલેકટર શ્રી યોગેશ નિરગુડેએ તમામ અધિકારીઓ કર્મચારીઓ અને તલાટીઓને ફરજિયાત હેડકવાર્ટર પર હાજર રહી સંભવિત પરિસ્થિતિમાં સાવચેતી અને તકેદારીના તમામ પગલાં લેવા જણાવ્યું છે.

*દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ* *તમામ અધિકારીશ્રીઓ અને તલાટીઓને ફરજિયાત હેડકવાર્ટર પર હાજર રહેવા તાકીદ*

કલેકટરશ્રી યોગેશ નિરગુડે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા તંત્ર વાહકોને દાહોદ જિલ્લામાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પગલે સાવચેતી અને તકેદારીના પુરતા પગલાં લેવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ડેમમાંથી વધુ પાણી આવકના સંજોગોમાં ડેમો સાઈડના અને નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સાવચેત કરવા સાથે જરૂર જણાય તો સલામત સ્થળે સ્થળાંતર કરવા તથા બચાવની કામગીરી કરવા તેમણે જણાવ્યું છે. તદુપરાંત ભારે વરસાદના કારણે જો કોઈ નુકસાની જણાય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમમા જાણ કરવા જણાવાયું છે.

*દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ* *તમામ અધિકારીશ્રીઓ અને તલાટીઓને ફરજિયાત હેડકવાર્ટર પર હાજર રહેવા તાકીદ*

 વધુમાં જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રો મંગળવારે અને બુધવારે બંધ રહેશે.   

આ સાથે જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ ડિઝાસ્ટર કચેરી ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને ૧૦૮ ઇમરજન્સી વાનની પણ મુલાકાત લીધી હતી તેમજ વાયરલેસ ટેલિફોન તથા વિવિધ રીપોર્ટ ચકાસણી કરી અને જરૂરી સુચનો કર્યા હતા. 

આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ,પ્રાંત અધિકારીશ્રીઓ,વનવિભાગના અધિકારી શ્રીઓ,નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીઓ, મામલતદાર શ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ સહિત સંકલનના અધિકારીઓ અને જોડાયા હતા.

૦૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!