રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ પોલીસની સતર્કતાથી કોલકાતા જેવી ઘટના બનતી રહી ગઈ..
છોકરી માની નરાધમ બાળકનુંઅપહરણ કરી ગયો,
પોલીસની નવ ટીમો શોધખોળમાં જોતરાઈ
સીસીટીવી ફૂટેજની મદદથી ગણતરીના કલાકોમાં બાળકને હેમખેમ બચાવી લીધો
અપહરણ કરનારને જેલભેગો કરાયો..
દાહોદ તા. 25
દાહોદમાં વરસાદી માહોલની વચ્ચે એક પચીસ વર્ષીય યુવકે ખોટી દાનત રાખી છોકરી જેવું દેખાતા છ વર્ષીય બાળકનું ભર બપોરે અપહરણ કરીને લઈ ગયો હતો. ભારે શોધખોળ બાદ બાળકનો કોઈ પતો ન લાગતા આખરે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસની પોલીસ સતર્કતા વાપરી નવ જેટલી ટીમો બનાવી સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન્સ વર્ષના મદદથી ગણતરીના કલાકોમાં બાળકને સુરક્ષિત રીતે બચાવી લીધો હતો. તેમજ અપહરણ કરનાર યુવકને જેલ ભેગો કર્યો હતો. જેના પગલે કલકત્તા જેવી ઘટના બનતા અટકી હતી.
દાહોદના પડાવ વિસ્તારમાં માનવ સેવાનું કાર્ય કરતી એક સંસ્થામાં શ્રમજીવી તરીકે કામ કરતા વ્યક્તિનો લાંબા વાળ અને છોકરી જેવો પોશાક પહેરેલા છ વર્ષીય બાળકનું શહેરના પરેલ વિસ્તારમાં રહેતા મહેશ ઉર્ફે મોગલી ભુરીયા નામક 25 વર્ષીય વ્યક્તિએ ખોટી દાનત રાખી બપોરના ત્રણ વાગ્યાના અરસામાં અપહરણ કરીને લઈ ગયો હતો.જે બાદ બાળકના માતા પિતાએ બાળકની ભારે શોધખોળ કર્યા બાદ પણ કોઈ પતો ના લાગતા આખરે આ આ મામલાની જાણ રાત્રિના 10:00 વાગે સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ ગુનાની ગંભીરતાને સમજી દેવાય એસપી જગદીશ ભંડારીના નેતૃત્વમાં એલ.સી.બી,એસ.ઓ.જી, પેરોલ ફર્લો,એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ, એ ડિવિઝન બી ડિવિઝન તેમજ સાયબર સેલની ટીમ સહિત નવ જેટલી ટીમોની રચના કરી બાતમીદારોને એક્ટિવ કર્યા હતા. ત્યારબાદ ઉપરોક્ત ટીમોએ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી અને શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા તેમજ સ્થાનિક બાતમીદારો દ્વારા આખરે ચાર કલાકની જહેમત બાદ પરેલ સ્થિત સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતેથી ઉપરોક્ત યુવક સાથે ઝડપી બાળકને ઉગારી લીધો હતો.
*પોલીસની સતકર્તાના કારણે કોલકાતા જેવી ઘટના બનતા અટકી.*
પોલીસની પ્રાથમિક તપાસમાં ઉપરોક્ત અવિવાહિત યુવક માદક પદાર્થોનું સેવન કરતો હતો અને બપોરના સમયે બાળકના લાંબા વાળ અને કલરફૂલ કપડાંથી બાળકને છોકરી સમજી બેસ્યો હતો. અને ખોટા ઇરાદે આ બાળકનું અપહરણ કરીને લઈ ગયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે પોલીસે તાત્કાલિક બાળકનું મેડિકલ કરાવતા એવું કંઈ પણ અજુગતું ન બન્યો હોવાનું સામે આવતા પોલીસે હાશકારો લીધો હતો.