રાજેશ વસાવે :- દાહોદ
સાયબર ફ્રોડના કેસમાં પોલીસને આઠ મહિને મળી સફળતા..
દાહોદના યુવક પાસેથી ગિફ્ટ વાઉચરના નામે ૧૭ લાખ રૂપિયા ખંખેરનાર ભેજાબાજ ઠગને પોલીસે મહારાષ્ટ્રથી ઝડપ્યો.
લોભ ને થોભ નહીં,સાયબર ક્રાઇમના કેસોમાં બચાવ અને સાવચેતી એકમાત્ર ઉપચાર..
પકડાયેલ ઠગ વિરુદ્ધ NCCRP માં સાયબર ફ્રોડ ની 35 ફરિયાદો નોંધાઈ હોવાનો ખુલાસો…
દાહોદ તા. 25
દાહોદની સાઇબર ટીમે આઠ મહિનાની જહેમત બાદ ઓનલાઇન ઠગાઈ કરી દાહોદ શહેરના એક ઈસમના 17 લાખ કરતા પણ વધુ રકમ પડાવી લેનાર ઈસમને ઝડપી પડ્યો છે.ઝડપાયેલ ઈસમ સાયબર ફ્રોડ કરનારી ગેંગનો એકમાત્ર પ્યાદુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે
ઘનિષ્ઠ પૂછપરછમાં આખી ટીમની જાણકારી બહાર આવવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
દાહોદ શહેરના એક વ્યક્તિ 2023 માં એટલે કે આજથી આઠ મહિના પૂર્વે એક વ્યક્તિનો ફોનથી સંપર્ક થયો હતો હું અમેરિકાથી બોલું છું. અને અમારી કંપનીની સ્કીમ છે તમારો નંબર લાગ્યો છે તમને લોટરી કે જેમાં જો તમે નંબર આવશે તો 1.40 કરોડ અને તેમાં ગોલ્ડ સિલ્વર અને iphone પણ ઇનામમાં મળશે તેવી મીઠી મીઠી વાતો કરી તેને ભેરમાંવી વિશ્વાસમાં લીધો હતો ત્યારબાદ ત્યારબાદ હું અમેરિકાથી બોલું છું.અને તમે આ ઇનામ લાગ્યું છે તેમ કહી તેને અભિનંદન પાઠવી તમારો સામાન દિલ્હી ખાતે મોકલી દેવામાં આવ્યો છે.આવી ગયો છે.અને કસ્ટમ આટલી ડ્યુટી ભરે થી તમારે માલ મળી જશે.તેમ કહી અલગ અલગ સમયે આશરે ૧૭ લાખ ઉપરાંતની રકમ મેળવી લઈ ઓનલાઇન ઠગાઈ કરી હતી. જે બાદ દાહોદ સાયબર ક્રાઇમ પોલીસને મળેલી ફરિયાદને આધારે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સીધી નિઘરાણી હેઠળ સાયબર પી.આઇ દિગ્વિજયસિંહ પઢિયારે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી અને પૈસાની લેવડ-દેવડ કરતા આરોપી વિશાલ દત્તાત્રેય કાશીદ રહેવાસી થાને મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો છે.ઝડપાયેલા આરોપી ઠગાઈ કરતા એક ઓર્ગેનાઇઝેશનનો માત્ર પ્યાદો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે એન.સી.સી.આર.પી નેશનલ સાઇબરમાં ઠગાઈની આવી 35 ફરિયાદો નોંધાવા પામી છે.ઝડપાયેલ માત્ર પૈસાની લેવડ-દેવડમાં સંડોવાયેલ હોવાનું જણાવ્યું છે આ ઝડપાયેલા ઈસમ અને તેના ઓર્ગેનાઈઝેશન માટે તપાસ હાથ ધરી દાહોદ પોલીસે રિકવરી ની પ્રોસેસ પણ હાથ ધરી છે.