લીમખેડામાં સાસરીયાના ત્રાસથી વાજ આવેલ ૩૬ વર્ષીય પરણિતાની પોલિસમાં રાવ
દાહોદ.તા.૪,
દહેજ લાલચુ પતિ તેમજ સાસરીયા દ્વારા શારીરીક અને માનસીક ત્રાસ ગુજારી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકવામાં આવતા પીડીતાએ આવા ત્રાસથી વાજ આવી ન્યાયની દાદ માટે મહિલા પોલિસ સ્ટેશનના દરવાજે દસ્તક આપ્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડા નગરમાં લીમખેડા માર્કેટરોડ પર રહેતી ૨૬ વર્ષીય નિરાલીબેનના લગ્ન અમદાવાદના નારોલ ખાતે ઓમ શાંતિ ગોલ્ડ પ્લસમાં રહેતા હેમંતભાઈ કીરીટભાઈ પરીખ સાથે તા.૨૭-૫-૨૦૨૨ના રોજ સમાજના રીતરિવાજ મુજબ થયા હતા હેમંતભાઈએ પોતાની પત્ની નીરાલીબેન સાથે લગ્ન બાદ બે માસ સારી રીતે રાખ્યા બાદ પોતાની માતા વર્ષાબેન કીરીટભાઈ પરીખ તથા દીયર નિરવભાઈ કીરીટભાઈ પરીખની ચઢામણીથી નિરાલીબેન સાથે મારે તને રાખવી નથી, તેમ કહીઝઘડો તકરાર કરી મારઝુડ કરી તને છુટા છેડા આપી દેવાનાછે. તેમ કહી મહેણાટોણા મારી દહેજની માંગણી કરી, મારી નાંખવાની ધમકીઓ આપી શારીરીક અને માનસીક ત્રાસ આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકતા નિરાલીબેને પીયરવાટ પકડી લીમખેડા પોતાના પિયરમાં આવી પોતાની આપવીતી પોતાના માવતરને કહી સંભળાવતા માવતરે હીમ્મત આપતા નિરાલેબીન દાહોદ મહિલા પોલિસ સ્ટેશનમાં પોતાના પતિ હેમંતભાઈ કીરીટભાઈ પરીખ, સાસુ વર્ષાબેન કીરીટભાઈ પરીખ તથા દીયર નિરવભાઈ કીરીટભાઈ પરીખ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.