લીમખેડામાં ચૂંટણી પડગામ વચ્ચે આપ અને કોંગ્રેસના 20 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા..
દાહોદ તા. ૧૬
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા ત્યારે લીમખેડા વિધાનસભાના દેગાવાડા તથા નાની બાંડીબાર ગામના આપ તથા કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાયા હતાં.
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા ત્યારે લીમખેડા વિધાનસભાના દેગાવાડા તથા નાની બાંડીબાર ગામના આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના કાર્યકરો સારા એવા દાહોદ જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ સરદાર ભાઈ પટેલ તથા પાર્ટી પ્રમુખ બળવંતભાઈ પટેલ તેમજ દેગાવાડા ના યુવા સરપંચ રામચંદ્રભાઈ ની આગેવાનીમાં દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર ના નિવાસ્થાને દાસા મુકામે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો જ્યારે આ કાર્યકરોને સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવીને ફુલમાલા પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા જ્યારે નાની બાંડીબાર માંથી આપના કાર્યકરો 13 જેટલા તથા દેગાવાડા ના કોંગ્રેસના કાર્યકરો 7 જેટલા જોડાયા હતા.