Thursday, 17/04/2025
Dark Mode

સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે કાચું મકાન ધરાશાયી,મહિલાનો બચાવ 

August 13, 2024
        4228
સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે કાચું મકાન ધરાશાયી,મહિલાનો બચાવ 

ઈલિયાશ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે કાચું મકાન ધરાશાયી,મહિલાનો બચાવ 

સંતરામપુર તા. ૧૩ 

 સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે કાચા મકાનમાં રહેતા ડામોર કાંતાબેન રામસિંગભાઈ સાંજના સમયે ઘરમાં બેસીને ચૂલા પાસે જમવાનું બનાવતા હતા.તે સમયે કાચા મકાનની દિવાલ ધરાસાઈ થયી હતી.જોકે હાલ ચોમાસાની સિઝન ચાલી રહેલી છે અને વરસાદ પડી રહેલો હતો.તે સમયે દરમિયાનમાં મકાન પડી ગયું હતું. મકાન પડી જતા ડામોર કાંતાબેન જમવાનું બનાવતા બનાવતા તેમની ઉપર આખું મકાન પડતાં બુમાબુમ કરી મૂકી હતી. દરમિયાન આજુબાજુના ગામના લોકો દોડી આવ્યા હતા.ઘરની અંદર મહિલા દબાઈ ગયેલી કાંતાબેનને ભેગા થઈને કાટમળ હટાવીને બહાર કાઢવામાં આવતા આબાદ બચાવ થયો હતો.સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે આ મહિલા માળી ફળિયામાં રહેતા ડામોર કાંતાબેન રામસિંગભાઈ વિધવા મહિલા છે.અને તેમનો એક જ પુત્રો છે પરંતુ આ વિધવા મહિલાને આજ દિન સુધી વડાપ્રધાન આવાસ યોજનાનો લાભ પણ આપવામાં આવેલો જ ન હતો ગુજરાત સરકારના ચોપડે મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં વડાપ્રધાન આવાસ યોજનાના મોટા પ્રમાણમાં મકાનો બની ગયેલા બતાવતા હોય છે.અને તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચી દેવામાં આવે છે.પરંતુ જો સંતરામપુર તાલુકાના મોટાભાગના અંતરે વિસ્તારમાં ગરીબ રેખા હેઠળ જીવતા લોકોની જો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો હજુ પણ ગરીબ લાભાર્થીઓને ગામડામાં વડાપ્રધાન આવાસનો લાભ ન મળ્યો હોવાની ચોકાવનારી વિગતો બહાર આવશે.હજુ પણ મોટાભાગના ગામડાના લોકો ઝૂંપડા બાંધીને કાચા મકાનમાં પોતાના પરિવાર સાથે રહેતા હોય છે સરકાર મોટા મોટા વડાપ્રધાન આવાસ યોજનાની બણગા ફૂકે છે કે અમે ઘરે ઘરે ગરીબોને ઘરનું ઘર આપ્યું છે.પરંતુ સંતરામપુર તાલુકાની હજુ પણ પરિસ્થિતિ જે છે એ જોવા મળી રહેલી છે જો ખરેખર ભાણા સીમલ ગામે આ વિધવા મહિલાની વડાપ્રધાન આવાસ યોજનાની લાભ આપ્યો હોય અને તેમને મકાન બનાવીને આપ્યું હોય તો અત્યારે આવા કાચા મકાનની અંદર મહિલાનો જીવ જોખમ માં ના મુકાયો હોય આજે ગામના લોકોના સહારે મહિલાને બહાર કાઢવામાં આવી અને તેનો જીવ બચાવવામાં આવેલો છે આવા ગરીબ માણસોને વડાપ્રધાન આવાસનો લાભ મળી અને તેમને ન્યાય મળે એવા ખરેખર તે જરૂરી છે અને સંતરામપુર તાલુકામાં વડાપ્રધાન આવાસ યોજના હેઠળ તપાસનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!