લીમખેડા તેમજ મોટી બાંડીબાર, દુધિયા ગામે લોકસભા ચૂંટણીને લઈને પોલીસ અને CISFના જવાનો દ્વારા ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યું
દાહોદ તા.12
લીમખેડા નગર સહિત દુધિયા અને મોટી બાંડીબાર ગામના મુખ્ય રસ્તા પર લીમખેડા પોલીસ અને CISFના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
લીમખેડા નગર સહિત દુધિયા અને મોટી બાંડીબાર ગામના મુખ્ય રસ્તા પર લીમખેડા પોલીસ અને CISFના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ તૈયારીઓને આખરી ઓપ આપવામાં લાગ્યું છે ત્યારે લીમખેડા તાલુકામાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લીમખેડા પોલીસ અને સીઆઇએસએફના જવાનો દ્વારા લીમખેડા તાલુકાના દુધિયા મોટી બાંડીબાર તેમજ લીમખેડા નગરના મુખ્ય રસ્તા ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.પોલીસ વિભાગ તરફથી ચૂંટણીની પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે અને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે લીમખેડા નગર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, આ ફુટ પેટ્રોલિંગ દરમિયાન લીમખેડા પોલીસને જવાનો, CISF ના જવાનો, લીમખેડા પી.આઈ. જે.એમ.ખાંટ, પીએસઆઇ કે.સી. ઝાલા, યુ.ઓ.ત્રિવેદી સહિત ના અધિકારીઓ આ ફૂટ પેટ્રોલિંગમા જોડાયા હતા.