લીમખેડાની ચિલાકોટા જિલ્લા પંચાયત સીટના 250 જેટલા કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા સાસંદે ખેસ પહેરાવી આવકાર્યા..
દાહોદ તા. 21
લીમખેડાની જિલ્લાકોટા જિલ્લા પંચાયત બેઠકના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 250 થી વધુ કાર્યકર્તાઓ પાર્ટી છોડીને ભગવો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કંબોઈ ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર અને વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોર પ્રચાર માટે એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 250થી વધુ કાર્યકર્તાઓએ પાર્ટીને રામરામ કરીને સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરિયો કેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.
લોકસભા અને ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે આજે દાહોદ લોકસભા બેઠકના સાંસદ અને ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર ચિલાકોટા જિલ્લા પંચાયત બેઠકના વિસ્તાર મા ચુંટણી પ્રચાર અર્થે પહોચ્યા હતા, સાંસદ જશવંતસિંહ ભાભોરના પ્રચાર કાર્યક્રમ દરમ્યાન ભાજપની વિકાસની વિચારધારા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કામની ગેરંટીથી પ્રભાવિત થઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 250 જેટલાકાર્યકર્તાઓને ભાજપની ટોપી અને ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા, સાંસદ જસવંતસિંહ ભાભોરે તમામ આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓનુ ખેસ પહેરાવી સ્વાગત કરી ભાજપમા પ્રવેશ કરાવ્યો હતો ત્યારે દાહોદ જિલ્લામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નુ સંગઠન ચુંટણી પહેલા જ તૂટી રહ્યુ છે, ત્યારે દાહોદ લોકસભા પર ભાજપના ઉમેદવારને પછડાટ આપવા માટે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર માટે કપરા ચઢાણ હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ અને આપ માંથી પાર્ટી થી નારાજ વધુ કેટલા કાર્યકર્તાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ હાલ જોવાઇ રહી છે.