બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરાઈ
ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં શાળાના બાળકો સહિત વાલીઓએ મોટી સંખ્યામાં હાજર રહી ઉજવણી કરી
સુખસર,તા.21
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં આજ રોજ સવારે સાતથી નવ કલાક દરમિયાન ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ એટલે ગુરુ અને શિષ્યનો ઉત્સવ હોય છે.શિષ્ય ગુરુના દર્શન કરી,પગે લાગીને આશીર્વાદ લેતા હોય છે.અને ગુરુ શિષ્યને મન ભરીને આશીર્વાદ આપતા હોય છે.આવા પવિત્ર દિવસે ગુરુ અને શિષ્ય ભેગા ન થાય એ કેમ ચાલે?જેના ભાગરૂપે શાળામાં ગુરુપૂર્ણિમાના ઉત્સવમાં મોટી સંખ્યામાં બાળકો અને ગામના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.સૌપ્રથમ શાળાના ગુરુજનો દ્વારા બાળકોને અને ઉપસ્થિત વાલીઓને ગુરુપદ વિશે ગુરુના પ્રકારો,ગુરુ કેવા હોવા જોઈએ?ગુરુ પાસેથી આપણે શું ગ્રહણ કરવું જોઈએ?જેવી બાબતો ની માહિતી આપવામાં આવી હતી.સાથે સંસારમાં પ્રથમ ગુરુ માતા-પિતા હોય છે.અને બીજા નંબરના ગુરુ શિક્ષા ગુરુ એટલે કે શિક્ષકોનું સ્થાન આવે છે.જેની માહિતી બાળકોને આપવામાં આવી હતી.ત્યારબાદ બાળકોમાં નાનપણથી સારા ગુણોનું બીજા રોપણ થાય છે. સારા ગુણ જેવા કે સાચું બોલવું,ચોરી કરવી નહીં,નિષ્ઠા,પ્રમાણિકતા,કુટુંબ- પરિવાર,ગામ અને સમાજ માટે કંઈક કરીને ઉત્તમ સારા નાગરિક બને તે વિશે તમામ બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ત્યારબાદ તમામ બાળકોએ ઉપસ્થિત ગુરુજનો અને વડીલોને પગે લાગી અને આશીર્વાદ મેળવ્યા હતા.અને ગુરુપૂર્ણિમાના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.