Friday, 26/04/2024
Dark Mode

દાહોદ નગરપાલિકામાં યોજાયેલી સામાન્ય સભામાં કોંગ્રેસનો હોબાળો, શાસક પક્ષે 24 અજેન્ડાને ગણતરીની સેકન્ડોમાં સર્વાનુમતે બહાલી આપી,

November 22, 2021
        1192
દાહોદ નગરપાલિકામાં યોજાયેલી સામાન્ય સભામાં કોંગ્રેસનો હોબાળો, શાસક પક્ષે 24 અજેન્ડાને ગણતરીની સેકન્ડોમાં સર્વાનુમતે બહાલી આપી,

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ નગરપાલિકામાં યોજાયેલી સામાન્ય સભામાં કોંગ્રેસનો હોબાળો, શાસક પક્ષે 24 અજેન્ડાને ગણતરીની સેકન્ડોમાં સર્વાનુમતે બહાલી આપી,

સામાન્ય સભામાં વિપક્ષ અને ન બોલવા દેવા તેમજ સામાન્ય માણસને સામાન્ય સભામાં ભાગ લેવા રોકવા પર લોકશાહીનું હત્યા કરાઇ હોવાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ

 વિરોધ પક્ષ  દ્વારા સામાન્ય સભામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે હોબાળો કર્યો હોવાનું જણાવતા દાહોદ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ 

દાહોદ તા.૨૨

દાહોદ નગરપાલિકાની આજે મળેલ સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો હતો. સામાન્ય સભા ગણતરીની મીનીટોમાં સમેટાઈ જતાં વિપક્ષ(કોંગ્રેસ)ના કાઉન્સીલર દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો અને વિકાસના કામોને લઈ કોંગ્રેસના કાઉન્સીલરે ભારે હોબાળો મચાવી અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યાં હતાં બીજી તરફ આમ આદમી પાર્ટી પણ સામાન્ય નાગરીક તરીકે સામાન્ય સભામાં પહોંચી હતી પરંતુ તેઓને સામાન્ય સભામાં પ્રવેશ ન આપતાં તેઓ બહાર ઉભા રહ્યાં અને તેઓ દ્વારા પણ અનેક આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.

દાહોદ નગરપાલિકાના સભાખંડમાં આજે સામાન્ય સભા મળતાં પહેલાંજ માહોલ ગરમાયો હતો. ૧ થી ૨૪ કામોના એજન્ડાને ગણતરીની સેકન્ડોમાંજ સર્વાનુમતે મંજુર કરી દેવાતાં આશ્ચર્ય ફેલાયું હતું ત્યારે બીજી તરફ વિકાસના કામોને લઇ કોગ્રેસના મહિલા કાઉન્સિલર દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના મહિલા કાઉન્સીલર દ્વારા દાહોદ નગરપાલિકાના ડમ્પીંગ યાર્ડ, કલર કામ અને ગૌશાળાના કામોના વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યાં હતાં તેઓના જણાવ્યાં અનુસાર, રાજયના પ્રાદેશિક કમિશનર દ્વારા ડમ્પીંગ યાર્ડનો ઠરાવ રદ્દ કરવા છતાંજવાબદાર સામે કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યાં હતાં.

સામાન્ય સભા શરૂં થતાં પ્રમુખ દ્વારા પ્રસ્તાવના આરંભ કર્યાેં હતો પરંતુ પ્રસ્તાવના વચ્ચે કોંગ્રેસના કાઉન્સીલર દ્વારા બોલવાનું ચાલુ રાખતાં પક્ષના નેતા દ્વારા ટકોર પણ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, આપે જે બોલવું હોય તે પ્રસ્તાવના પુરી થઈ ગયાં પછી બોલજાે પરંતુ મહિલા કાઉન્સીલર દ્વારા ત્યાર પછી પણ બોલવાનું ચાલુ રાખ્યું હતું અને ત્યાર બાદ ૦૧ થી ૨૪ કામો એકસાથે સદસ્યોએ સર્વાનુમતે મંજુર કરીને ગણતરીની સેકન્ડોમાં સામાન્ય સભા સમેટાઈ ગઈ હતી ત્યારે મહિલા કાઉન્સીલર દ્વારા અનેક આક્ષેપો કરી, અમોને બોલવા દેતાં નથી, લોકશાહીનું ગળુ દબાવવામાં આવે છે અને જમીન પર જ ધરણા કરવા બેસી ગયાં હતાં પણ એ દરમ્યાન કોંગ્રેસના કોઈ સદસ્ય ત્યાં હાજર ન હતાં તે એક મહત્વની વાત જાેવાઈ રહી હતી ત્યારે આ મામલે દાહોદ નગરપાલિકાના પ્રમુખના પાસેથી જાણવા મળ્યાં અનુસાર, સામાન્યમાં દર વખતે અઠવાડીયા પહેલા એજન્ડા પહોંચી જતાં હોય છે, તેમને કાંઈપણ માહિતી કે જે તપાસ કરવી હોય તો આવી કરી છે જેથી આજની સામાન્યસભામાં કોંગ્રેસના સભ્ય દ્વારા જે આજની સભામાં સસ્તી પ્રસિધ્ધિ મેળવવા જે કૃત્ય કરવામાં આવ્યું છે તે તેમની માનસીકતાં જ બતાવે છે કે, નગર વિકાસના કામોમાં કેટલા સહયોગી બની શકશે.

સામાન્ય સભા દરમ્યાન દાહોદ નગરપાલિકાના પ્રમુખ દધીચી ઋષીને યાદ કર્યાં હતાં. દધીચી ઋષીના તપોભુમી પર નવા ચીફ ઓફિસરનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

—————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!