
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર સામુહિક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
યોગા વિશેની વિસ્તૃત જાણકારી સહિત એચ.આઈ.વી,એઇડ્સ તથા એસ.ટી.આઈ,ટી.બી ની માહિતી આપવામાં આવી
સુખસર,તા.21
આજરોજ ફતેપુરા તાલુકાના સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દવાખાનાના સ્ટાફ મ,નર્સિંગ સ્ટુડન્ટ તથા દર્દીઓની હાજરીમાં યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં યોગા સહિત તેનાંથી તથા ફાયદા તેમજ વિવિધ રોગ તેના લક્ષણો અને ઉપચાર બાબતે ચર્ચા કરવામાં આવી હતી.જેનો સ્ટાફ સહિત દર્દી તેમજ ઉપસ્થિત લોકોએ લાભ લીધો હતો.
યોગા દિવસ નિમિત્તે ડૉ. ભરતભાઈ પટેલ તથા આયુષ ડૉ. અલ્કેશભાઈ બારીયા દ્વારા યોગા વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.અને યોગા વિશે ઉપસ્થિત સ્ટાફને સમજણ આપતા જણાવ્યું હતું કે,યોગ એ શુદ્ધ સંસ્કૃત શબ્દ છે. આપણા પૂજ્ય ઋષિમોએ યોગ સાધના દ્વારા ઘણા શાસ્ત્રોનું નિર્માણ કર્યું છે. યોગ એક ઉત્તમ ઔષધી કહેવાય. એટલા માટે રોજ યોગ કરવાથી સ્વાસ્થ સારું રહે છે.મનમાં આવતા નેગેટિવ વિચારોનું પરિવર્તન પણ યોગથી થઈ શકે છે.વ્યસન મુક્ત થવાય, ભણતાં બાળકો માટે આ ખૂબ જ જરૂરી છે. યોગથી એકાગ્રતા વધે છે.શરીર નબળું થતું નથી.થાક લાગે નહીં કારણ કે યોગ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આથી રક્ત સંચારમાં શુદ્ધિ થાય છે. અને યોગના અનેક ફાયદા વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
તેમજ સ્ટાફ સહિત દર્દી અને ઉપસ્થિત લોકોને યોગા વિશે માહિતી સહિત આઈ.સી.ટી.સી કાઉન્સિલર દ્વારા એચ.આઇ.વી,એઇડ્સ તથા એસ.ટી.આઈ સહિત ટી.બી વિશેની માહિતી આપવામાં આવી હતી. આમ સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોગા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.