રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ નજીક નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના..
ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર પગપાળા જતા અજાણ્યા યુવકનું વાહનની ટક્કરે મોત.
દાહોદ તા. ૨૧
દાહોદ શહેર નજીકથી પસાર ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર હીતેન રનની ઘટના સામે આવી છે જેમાં મોડી રાત્રે અથવા વહેલી સવારે પગપાળા જઈ રહેલા એક યુવકને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા આ યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જોકે આ ઘટનાની જાણ દાહોદ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા યુવકના કબજો લઈને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેર નજીકથી પસાર થતા ઇન્ડોર અમદાવાદ નેશનલ હાઈવે પર આજરોજ વહેલી સવારે એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા સ્થાનિકોએ સ્થાનિક પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આ મરણ જનાર યુવકની ઓળખ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સાથે સાથે યુવક રામ મૃતદેહને પીએમ અર્થે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ યુવક વહેલી સવારે અથવા મોડી રાત્રે પગપાળા પસાર થઈ રહ્યો હશે તે સમયે કોઈ અજાણ્યા વાહનની ટક્કરે આનું મોત થયું હોવાની આશંકા છે. પ્રથમ દૃષ્ટિએ આ હીટ એન્ડ રનની ઘટના જોવાઈ રહી છે. જોકે આ મામલે તપાસ કરવામાં આવશે અને ગુનેગારો સામે પગલાં લેવામાં આવશે. તેવું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે.