દાહોદમાં સ્માર્ટ મીટર કેન્સલ કરવા જિલ્લા કલેકટરને આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત.
ગાવ તો બસા નહિ ઓર લુટેરા ચલે આયે જેવો માહોલ સર્જાયો
દાહોદ જિલ્લા ને સ્માર્ટ શાળાઓ, સ્માર્ટ શિક્ષકો, સ્માર્ટ હોસ્પિટલોની જરૂર છે.સ્માર્ટ મીટરની નહીં?
સંજેલી તા.24
આજ રોજ દાહોદ કલેકટર ને દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્રારા સ્માર્ટ મીટર ના લગાવવા માટે આપના કાર્યકર્તા દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત.દાહોદ સિટી ને સ્માર્ટ સીટી બનાવવા ખોટા વાયદા કર્યા છે.દાહોદ જિલ્લા ને સ્માર્ટ શાળાઓ, સ્માર્ટ શિક્ષકો, સ્માર્ટ હોસ્પિટલોની જરૂર છે પણ અહીંયા તો સ્માર્ટ મીટર લગાવવા માટે દોડધામ ચાલી રહી હતી.. ગાવ તો બસા નહીં ઓર લૂંટેરે ચલે આયે…. હજી દાહોદના અંતરિયાળ વિસ્તારમાં વીજળી પહોંચી નથી.. ત્યાં ગરીબ.. મધ્યમ લોકો પર મોંઘવારીનો ઘા જેવા આક્ષેપો અલ્પેશ ચારેલ સંજેલી તાલુકા પ્રમુખ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામા આવી છે.