રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના બહુચર્ચિત દુલ્હન અપહરણ કેસમાં ચારેય આરોપીઓના કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.
સમગ્ર પ્રકરણમાં સામેલ 14 પૈકી 10 આરોપીઓ હજી પણ પોલીસની પકડથી દૂર
અપહત દુલ્હનનો નિવેદન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે,
દાહોદ તા.23
દાહોદના બહુચર્ચિત દુલ્હન અપરણ કેસમાં પકડાયેલા મુખ્ય સૂત્રધાર મહેશ તુફાન ભુરીયા સહીતના 4 આરોપીઓને કતવારા પોલીસે આજરોજ દાહોદની નામદાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે કેસની ગંભીરતાને જોઇ ચારે આરોપીઓના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનુ પોલીસ સુત્રો દ્વારા જાણવા મળેલ છે.
દાહોદ તાલુકાના નવાગામ ચોકડી પાસે તારીખ 19 મીના રોજ જાનૈયાઓને ગાડીઓને બાઈક પર આવેલા 14 જેટલા ઈસમોએ રોકી બંદૂકની અણીએ વરરાજાની સામે દુલ્હનનું અપહરણ કરી લઈ ગયા નું બનાવ બન્યો હતો. જેમાં પોલીસે ૭૨ કલાકની અંદર નો પરણીતા દુલ્હનના કહેવાતા કથિત પ્રેમી મહેશ તુફાન ભુરીયા સહિતનાં ૪ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. આ પ્રકરણમાં મુખ્ય આરોપી મહેશ અને ઉષા વચ્ચે છ વર્ષથી પ્રેમ સંબંધ હતો. જોકે મહેશ ના લગ્ન થઈ જતા ઉષા એ પણ પોતાનું ઘર સંસાર માંડવા લગ્ન કરી લીધા હતા. પરંતુ લગ્ન કર્યા બાદ ઉષા સાસરે પહોંચે તે પહેલા જ નવાગામ પાસે ચોકડી પર પોતાના 14 સાથીઓ જોડે બંદૂકની અણી અપહરણ કર્યા બાદ ભોપાલ મુકામે લઈ લઈ ગયા બાદ કોલેજમાં અભ્યાસ કરી પીજી તરીકે રહેતા તેના મિત્રના ત્યાં આશરો લીધો હતો. આ દરમિયાન પોલીસે સમગ્ર પ્રકરણમાં એક એક કડીને જોડી ભોપાલ ખાતેથી મહેશ તુફાન ભુરીયા ને ઝડપી નો પરની દુલ્હનને સુરક્ષિત રીતે દાહોદ લાવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે મહેશને મદદ કરનાર તેનાં ત્રણ મીત્રો
જીતેન્દ્રભાઈ નટવરભાઈ ભાભોર રહેવાસી પીટોલ જાબુવા, અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલી તોલસિંગ ભાભોર રહેવાસી નવી વાવડી મેઘનગર ઝાબુઆ, તેમજ નવલસિંહ મુનાભાઈ ભુરીયા રહે. કસના ફળિયું ઉછવાણિયા સહિતનાં ચાર આરોપીઓને ઝડપી આજરોજ દાહોદની નામદાર કોર્ટમાં રજુ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જે પૈકી કોર્ટે ગુનાની ગંભીરતા ને જોઈ પકડાયેલા આરોપીઓના સોમવાર સુધીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ આ કેસમાં 14 પૈકી દસ આરોપી પોલીસ પકડથી દૂર છે. જ્યારે આવતીકાલે અપહત દુલ્હન ઉષા ને નામદાર કોર્ટની સમક્ષ નિવેદન આપવા લઈ જવામાં આવશે. જ્યાં ઉષાના નિવેદનના આધારે આ કેસમાં પોલીસની કપાસની દિશા નક્કી થશે.