સિંગવડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની અછતના લીધે દર્દીઓને પડતી મુશ્કેલીઓ..
ડેપ્યુટીશન વાળા ડોક્ટરો સમયસર હાજર નહીં રહેતા હોય તેવી બૂમો..
સીંગવડ તા. ૨૩
સિંગવડના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સિંગવડ તાલુકાના એક સીએસસી સેન્ટર જ્યાં કુલ ચાર ડોક્ટરોની જગ્યા હોવી જોઈએ જેની જગ્યાએ એક ડોક્ટર પરમાનેન્ટ તથા બીજા બે ડોક્ટરો ને ડેપુટેશન પર રાખવામાં આવતા તે ડેપ્યુટેશન વાળા ડોક્ટરો પણ સાંજે સાડા પાંચ વાગ્યા પછી દવાખાનામાં હાજર નહોતા જેના લીધે એક પેશન્ટને ઓક્સિજન ઓછું થઈ જતા તેને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિંગવડ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યારે ઓક્સિજન ત્યાંના સ્ટાફ દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ ડોક્ટરની હાજરી નહિ હોવાના લીધે તેની કોઈ બીજી દવા થઈ શકી નહોતી જેના લીધે તેનું મૃત્યુ નીપ્યું હતું જ્યારે જો સરકાર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે ડોક્ટરોની વ્યવસ્થા ના થતી હોય તો પછી આ દવાખાના ખોલવાનો શું મતલબ ખરેખર આવા મોટા દવાખાના ખોલવામાં આવ્યા તો ત્યાં કાયમી ડોક્ટરોની હાજરી હોવી જોઈએ તથા રાત મધરાતે પણ પેશન્ટો આવતા હોય તો તેના માટે પણ પેશન્ટોને ચેક કરવા માટે ડોક્ટરની હાજરી હોવી જોઈએ પરંતુ આ સરકાર સિંગવડના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટરોની અછતના અભાવે કેટલાય પેશન્ટો દવા કરાયા વગર જવાનો વારો આવતો હોય છે જ્યારે સિંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર સિંગવડ તાલુકાનું એક હબ ગણાતું હોય અને જો તેમાં જ ડોક્ટરોની સંખ્યા નહિવત પ્રમાણમાં હોય તો પછી દવા કરાવવા આવતા પેશન્ટોને પ્રાઇવેટ દવાખાના નો સહારો લેવો પડતો હોય છે સરકાર દ્વારા આવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે અને દર્દીઓને તેમની સારવાર પૂરી મળી રહે તેવી માંગ ઉઠવા પામી છે આ સામુહિક આરોગ્ય કેન્દ્ર દાહોદ જિલ્લાનું એક એવું દવાખાનું છે કે જેમાં કાયમી ધોરણે ડેપ્યુટેશન વાળા ડોક્ટરો જ મૂકવામાં આવતા હોય છે જે તેમનો ટાઈમ પૂરો થતા તે ત્યાંથી ચાલ્યા જતા હોય છે જ્યારે તેના પછી કોઈ દર્દીઓ આવે તો તેને કોણ દેખે તે પણ એક ચર્ચાનું વિષય છે માટે સિંગવડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ચાર ડોક્ટરની પૂર્તતા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને તે રાત દિવસ 24 કલાક રહીને દર્દીઓની દવા થાય તેવી પણ માંગ ઉઠવા પામી છે