બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ખાખરીયા બચકરીયા પ્રાથમિક શાળાનું ગૌરવ
વર્ષ 2023-24માં એકલવ્ય સ્કૂલ દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં ખાખરીયા બકરીયા પ્રાથમિક શાળાના બાળકે 94% મેળવી ગુજરાતમાં નવમો ક્રમાંક મેળવ્યો
સુખસર,તા.23
ફતેપુરા તાલુકાની ખાખરીયા બચકરીયા પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામના કિશોરી ક્રિશકુમાર કમલેશભાઈ નાઓએ ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંચાલિત એકલવ્ય સ્કૂલ દ્વારા લેવામાં આવેલ વર્ષ 2023-24 માં લેવામાં આવેલ પરીક્ષા ફતેપુરા તાલુકામાં આપી હતી.જેમાં ક્રિશકુમાર કિશોરીને 100 ગુણ માંથી 94 ગુણ અને 94 ટકા મેળવતા ગુજરાત રાજ્યમાં નવમાં ક્રમાંક મેળવી પાસ થતાં ખાખરીયા બચકરીયા પ્રાથમિક શાળા,ગામ અને દાહોદ જિલ્લાનું ગૌરવ વધારે છે.આ પ્રસંગે શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ ભાભોર નાઓએ કિશોરી ક્રિશકુમારનું શાલ અને શ્રીફળ આપી ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.