Monday, 13/05/2024
Dark Mode

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ દાહોદ ખાતે મતદાન જાગૃતિ માટે ૨૫૦ થી વધુ શિક્ષકો દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી

April 27, 2024
        522
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪  દાહોદ ખાતે મતદાન જાગૃતિ માટે ૨૫૦ થી વધુ શિક્ષકો દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી

રાજેશ વસાવે :- દાહોદ 

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪

દાહોદ ખાતે મતદાન જાગૃતિ માટે ૨૫૦ થી વધુ શિક્ષકો દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી

નગરજનોને મહત્તમ મતદાન માટે પ્રેરિત કરાયા

દાહોદ તા. ૨૭

૭મી મે એ રાજ્યભરમાં યોજાનારી લોકસભા ચૂંટણીના મહાપર્વમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ દાહોદ ખાતે પ્રાંત અધિકારી શ્રી નીલાંજસા રાજપૂત ની રાહબરી હેઠળ સ્વીપ પ્રવૃતિ અંતર્ગત બાઇક રેલી યોજાઇ હતી.

 

 રેલીમાં સૌએ અચૂક મતદાન, સો ટકા મતદાન, ચુનાવ કા પર્વ, દેશકા ગર્વ, પહેલા મતદાન, પછી અન્ય કામ, વધુમાં વધુ મતદાન કરીએ, લોકશાહીનું જતન કરીએ જેવા સૂત્રોના નાદથી સૌને મતદાન માટે જાગૃત થવાની આમ નાગરિકોને પ્રેરણા આપી હતી. રેલીના અંતે સૌ શિક્ષક ભાઈઓ અને બહેનો એ મતદાન કરવા અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા.  

 મતદાન જાગૃતિ રેલીમાં, મામલતદારશ્રી મનોજ મિશ્રા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, સહિત વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક ગણ, વિવિધ કર્મચારીઓએ ભાગ લીધો હતો.

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!