Saturday, 27/07/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના ભોજેલા વસઇ ટીંબા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન કરાયું

May 11, 2024
        489
ફતેપુરા તાલુકાના ભોજેલા વસઇ ટીંબા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન કરાયું

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના ભોજેલા વસઇ ટીંબા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન કરાયું

અમદાવાદ કાલુપુર નિવાસી શ્રી નર નારાયણ દેવ તાંબાનું દાહોદ જિલ્લાનું સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર બાંધકામ કરવામાં આવેલ છે

ભોજેલાના વસઈ ટીંબા ખાતે 20 મે-2024 થી 24 મે-2024 સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ વૈશાખવદ એકમ 24 મે-2024 શુક્રવારના રોજ સવારે 10:30 કલાકે રાખવામાં આવેલ છે

સુખસર,તા.11

  ફતેપુરા તાલુકાના ભોજેલા ખાતે સ.ગુ.મહંત શ્રી ધર્મ સ્વરૂપદાસજી સ્વામી પોરડા વાળા તથા સમગ્ર સત્સંગ સમાજ શ્રી સ્વામિનારાયણ મંદિર ભોજેલા આયોજિત વસઇ ટીંબામાં ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપાથી તથા શ્રી નરનારાયણ દેવ પિઠાધિપતિ પ.પુ.ધ.ધુ. 1008 આચાર્યશ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી તથા પ.પુ મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ,પ.પુ ભાવી આચાર્ય 108 લાલજી શ્રી વજેન્દ્રપ્રસાદજી મહારાજ, પ.પુ લક્ષ્મી સ્વરૂપા માતૃશ્રી તથા પ.પુ લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રી તથા સમગ્ર ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદથી તથા સ.ગુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી ખેરવા વાળાની શુભ પ્રેરણાથી તેમજ સ.ગુ મહંત શ્રી ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી પોરડાવાળાના માર્ગદર્શન મુજબ અમદાવાદ કાલુપુર નિવાસી શ્રી નર નારાયણ દેવ તાબાનું દાહોદ જિલ્લાનું સૌપ્રથમ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર ભોજેલા વસે ટીંબામાં થનાર શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી નર નારાયણ દેવ શ્રી,રાધાકૃષ્ણ દેવ શ્રી કષ્ટભંજન દેવ,આદિક દેવોનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આગામી વૈશાખ સુદ12 ને 20 મે 2014 સોમવારથી વૈશાખ વદ-1 ના 24 મે 2020 શુક્રવાર સુધી રાખવામાં આવેલ છે.

       કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો દીવ્ય પોથીયાત્રા 19 મે રવિવારના સાંજના 5:00 કલાકે,કથા પ્રારંભ 20 મે સોમવાર ના રોજ સવારે 9:00 કલાકે જ્યારે રાત્રિના 10:30 કલાકે શ્રી ઘનશ્યામ જન્મોત્સવ ઉજવાશે.યજ્ઞ દેહ સુધ્ધી 21 મે મંગળવારના રોજ સાંજે 5:00 કલાકે,જ્યારે યજ્ઞ પ્રારંભ 22 મે બુધવારના રોજ સવારના 8:30 કલાકે રાખવામાં આવેલ છે.શ્રી ઠાકોરજીની ભવ્ય નગર યાત્રા 23 મે ગુરૂવારના રોજ સાંજના 5:00 કલાકે કાઢવામાં આવશે.તેમજ 24 મે શુક્રવારના રોજ સવારના 9:30 કલાકે પ.પુ.ધ.ધુ.આચાર્ય મહારાજશ્રી નું આગમન થશે.જ્યારે 24 મે-2024 શુક્રવારના રોજ સવારના 10:00 કલાકે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ સવારના 10:30 કલાકે કરવામાં આવશે.તેમજ કથા પુર્ણાહુતિ 24 મે ના રોજન 11:30 કલાકે રાખેલ છે.તેમજ કથા સમય સવારના 8:30 થી 11:30 કલાક અને રાત્રીના 8:00 થી 11:00 કલાક સુધી રાખવામાં આવેલ છે.તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર ની યુટ્યુબ તથા ફેસબુક ઉપર લાઈવ પ્રસારણ ઉપરોક્ત કાર્યક્રમ દરમ્યાન બતાવવામાં આવશે તેમ પણ જાણવા મળે છે.

          આ શુભ પ્રસંગે શ્રીમદ્ સત્સંગી ભૂષણ પંચાન્હ કથાનું પણ આયોજન કરેલ છે.જેના વક્તાપદે સંપ્રદાયના વિદ્વાન સ.ગુ શાસ્ત્રી શ્રી રામકૃષ્ણ દાસજી સ્વામી કોટેશ્વર વ્યાસાસને બિરાજીને સંગીતની મધુર સુરાવલી સાથે કથાનું રસપાન કરાવનાર હોવાનું પણ જાણવા મળે છે.આ દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે કથા શ્રવણ યજ્ઞ દર્શન 56 ભોગ અન્નકૂટ દર્શન તથા ધર્મકુળ પરિવાર દર્શન ધામો ધામથી સંતો મહંતો પધારી દર્શન અને આશીર્વાદનો લાભ આપનાર હોય તેનો જાહેર જનતાએ લાભ લેવા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!