ઈલિયાશ શેખ :- સંતરામપૂર
મોવાસા ગામે સદગુરૂ શ્રી ચુનીલાલ મહારાજ નો 145 મો જન્મોત્સવ ઉજવાયો.
સંતરામપુર ટાઇ. 12
સંતરામપુર તાલુકાના મોવાસા ગામે પટેલ ફળિયામાં સનાતન ધર્મ મહામંડળ ના ભકતો તેમજ સમગ્ર મોવાસા ગામના ભાઈઓ – બહેનો બાળકો સાથે તા -10/04/2024 ના રોજ ભજન – ભોજન અને ગુરુ પ્રસાદી ના માધ્યમથી ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઈ ગયો.
સવારના 9 વાગ્યાથી ખાંટ ના મોવાસા વિનોદભાઈ પંચાલ ના નિવાસ સ્થાનેથી ચા- બિસ્કીટ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.શોભાયાત્રામાં બેન્ડ વાજા ના સુર થી આખું ગામ ભક્તિના રંગે રંગાયું હતું.ગામની બાલિકાઓ ધ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું.ભજન મંડપમાં દીપ પ્રાગટ્ય થી શરૂઆત કરી સાંજના 5 વાગે ગુરુ પ્રસાદી નું આયોજન કરેલ જેમાં આશરે ચાર હજાર સંતો ભક્તોએ લાભ લીધો હતો.
કાર્યક્રમ માં સંતો – મહાંતોનું ફૂલ હાર, શાલ અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં ગુરુ મહારાજ નો પરીવાર ડાકોરથી પધારી શોભામાં વધારો કર્યો હતો.
શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર ,મહીસાગર જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી શ્રી અવનીબા મોરી સાહેબ અને શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બાબુભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહી સર્વેએ ગુરુ ગાદીના દર્શન કરી આશિર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી રાજુભાઇ પ્રજાપતિ એ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ભકતશ્રી શંકરભાઈ પંચાલ,રામાભાઈ પટેલ,વિનોદભાઈ પંચાલ,કમલેશભાઈ પંચાલ,પી.એમ.પટેલ તેમજ સમગ્ર મોવાસા ગામના ધર્મ પ્રેમી ભાઈ બહેનોએ ભારે ઉત્સાહથી ગુરુજીના ગુણલા ગાઈ રાત્રીના 3 વાગ્યે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.