સંતરામપુર પોલીસના રહેમ નજર હેઠળ ખાનગી લક્ઝરી બસોમાં જીવના જોખમે સવારી કરતા મુસાફરો..
સંતરામપુર તા. ૧૯
જિલ્લા ટ્રાફિકની પોલીસ રહેમ નજર હેઠળ ઓવરલોડ વાહનો કાયદો અને વ્યવસ્થાની નિયમોને નીવી મૂકીને જિલ્લા પોલીસ ટ્રાફિક જીવના જોખમે મોટા વાહનો છાપરા પર બેસાડીને મુસાફરી કરાવતા હોય છે જ્યારે બીજી બાજુ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ તાલુકામાં કામગીરી દરમિયાનમાં રેતી કપચી માટી ઓવરલોડ ભરી બે ફાર્મ વાહનોની હેરાફેરી થઈ રહેલી છે જ્યારે છેલ્લા ટ્રાફિક પોલીસ નાના વાહન ચાલકોની અલગ અલગ નાતા પાસે ઊભા થઈ જાય અને નાના-મોટા મેમો આપીને હેરાન કરી મુકતા હોય છે બાઈક ચાલક પાસે લાયસન્સ ના હોય કે હેલ્મેટ ના હોય તો તેની પાસેથી 500 થી હજાર રૂપિયા દંડ વસૂલ કરતા હોય છે જ્યારે આવી રીતે મોટી ટ્રાવેલ્સો વાળા જીવના જોખમે છાપરા ઉપર 20 થી 25 માણસો બેસાડીને તેમની નજર હેઠળ વાહનો પસાર થતા હોય છે તેમ છતાંય બોલવા જ તૈયાર નથી જ્યારે સામાન્ય વ્યક્તિ વાહનો લઈને જતા હોય તો તેમની પાસેથી નિયમો શીખવાડતા હોય છે નિયમો તો બધાને લાગુ પડતા હોય છે અને સરખા હોવા જોઈએ પરંતુ જિલ્લામાં અલગ અલગ તાલુકામાં અને ગામડાઓમાં હાઇવે પર બે ધડક વાહનોની હેરાફેરી અને ટ્રાવેલ્સ ઉપર છાપરા પર જીવના જોખમે મુસાફરો બેસાડતા હોય છે ટ્રાવેલ્સ ની અંદર નિયમ મુજબ ફક્ત 40 જેટલી મુસાફરો બેસી શકતા હોય છે તેમ છતાં આવી રીતે જીવના જોખમે છાપરા પર બેસાડીને લઈ ગયા પછી પણ જિલ્લા ટ્રાફિક પોલીસ અધિકારી કોઈ કાર્યકારી કરવા તૈયાર નથી સરકારના બનાવેલા નિયમો બધા માણસને સરખા હોય છે પણ નિયમોપાત્ર જિલ્લા પોલીસ ટ્રાફિક આગળ માત્ર નાના વાહનો જ લાગુ પડેલા છે આવું કેમ કે કેમ તે અનેક સવાલો ઊભા થઈ રહેલા છે.