více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

ધાનપુર તાલુકાના ખજૂરી ડેમમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર:સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશ બહાર કાઢી,  નાહવા ગયેલા યુવકના ડૂબી જવાથી મોતની આશંકા;પોલીસ તપાસ શરૂ*

Editor Dahod Live
2 Min Read

ઈરફાન મકરાણી :- ધાનપુર 

ધાનપુર તાલુકાના ખજૂરી ડેમમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર:સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશ બહાર કાઢી, 

નાહવા ગયેલા યુવકના ડૂબી જવાથી મોતની આશંકા;પોલીસ તપાસ શરૂ*

દાહોદ તા.17

દેવગઢ બારિયા તાલુકાના નાની ખજૂરી અને મોટી ખજૂરી ગામ વચ્ચે આવેલા ચેકડેમમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં પ્રસરતા લોકોના ટોળા સ્થળ પર પહોંચ્યા હતા. સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં યુવકનું મોત પાણીમાં ડૂબી જવાથી થયા હોવાની આશંકા વચ્ચે પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપી તપાસ હાથ ધરી છે.

ધાનપુર તાલુકાના ખજુરી ડેમમાંથી એક યુવકની લાશ મળી આવી છે પ્રારંભિક તપાસમાં જ મૃતક યુવકની ઓળખ 19 વર્ષીય રાજુભાઈ મુકેશભાઈ વણકર તરીકે થઈ છે, જેને સ્થાનિક લોકો ‘લલ્લુ’ તરીકે ઓળખતા હતા. યુવક દેવગઢ બારિયા ખાતે બસ સ્ટેશન સામે આવેલા લેણ વિસ્તારમાં રહેતો હતો.પ્રાથમિક માહિતી મુજબ યુવક નાહવા માટે ડેમમાં ગયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડેમમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાની આશંકા છે, જોકે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢી કબજે લઈ નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા અથવા અન્ય કોઈ કારણસર બની છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ દુઃખદ બનાવને લઈને સમગ્ર પંથકમાં શોક અને ગભરાટનો માહોલ છવાઈ ગયો છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard