ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઇદની ઉજવણી કરવામાં આવી…
સંતરામપુર તા. ૧૨
સંતરામપુરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઇદગાહ મસ્જિદમાં ઇદની નમાજ અદા કરીને એકબીજાને ગલે મળીને ઈદ મુબારક પાઠવી હતી.
સંતરામપુર જુમ્મા મસ્જિદના પીસ ઇમામ શાંતિ અમન માટેની દુઆ પણ કરવામાં આવેલી હતી ઇદના દિવસે સમાજમાં એકબીજાના ઘરે જઈને ઈદ મુબારક પાઠવી ગરીબોને દાન કરવો સદ્કાઈ ખેરાત કરવો વાડી વિસ્તારમાં ઈદ નિમિત્તે મેળો ભરાતો હોય છે નાના નાના બાળકો રંગબેરંગી કપડાઓ પહેરીને ઉજવણી કરતા હોય છે મોટાભાગના ધંધા રોજગાર બંધ પાડીને શાનદાર રીતે રમજાન ઈદ નો તહેવાર મનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે સંતરામપુર પોલીસ પ્રશાસન દ્વારા જાહેર ધાર્મિક સ્થળો પર ઈદને તહેવાર અનુલક્ષી લઈ લે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મુસ્લિમ સમાજના અગ્રણી હાજી અશફાક ભૂરા સલામ ભાઈ ગટલી હાજી સબીરભાઈ મુસા સિવાય સલામ રહીમ શિવાય ફારુકભાઈ ભુરા તમામ મુસ્લિમ અગ્રણી હોય પોલીસ પ્રશંસ ને તહેવાર નિમિત્તે સાત અને સહકાર આપ્યો તેમને ખૂબ ખૂબ રમજાન ઇદની મુબારકબાદ અને શુભેચ્છા પાઠવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો. શાંતિપૂર્વક સાથે ઉજવણી કરવામાં આવી હતી.