Saturday, 25/06/2022
Dark Mode

સીંગવડ તાલુકાના હાંડી ગામે મોટરસાઇકલ સ્લીપ ખાતા એકનું મોત, અન્ય બે ઈજાગ્રસ્ત 

October 11, 2021
        1590
સીંગવડ તાલુકાના હાંડી ગામે મોટરસાઇકલ સ્લીપ ખાતા એકનું મોત, અન્ય બે ઈજાગ્રસ્ત 

જીગ્નેશ બારીયા /રાજેશ વસાવે :- દાહોદ 

સીંગવડ તાલુકાના હાંડી ગામે મોટરસાઇકલ સ્લીપ ખાતા એકનું મોત, અન્ય બે ઈજાગ્રસ્ત 

દાહોદ તા.૧૧

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના હાંડી ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અચાનક મોટરસાઈકલ સ્લીપ ખવડાવી દેતાં મોટરસાઈકલ પર સવાર ત્રણ પૈકી એકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાનું જાણવા મળે છે જ્યારે બે વ્યક્તિઓને શરીરે ઈજાઓ થયાનું પણ જાણવા મળે છે.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે ખોબરા ફળિયામાં રહેતાં કલ્પેશભાઈ મડીયાભાઈ બારીયા પોતાના કબજાની મોટરસાઈકલ પર રાજવીર અને રાહુલભાઈને મોટરસાઈકલની પાછળ બેસાડી સીંગવડ તાલુકાના હાંડી ગામેથી ગત તા.૦૮મી ઓક્ટોમ્બરના રોજ પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ અચાનક ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને જેને પગલે ત્રણેય જણા મોટરસાઈકલ પરથી ફંગોળાતાં ઉપરોક્ત ત્રણ પૈકી રાહુલભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે કલ્પેશભાઈ તથા રાજવીરભાઈને શરીરે તેમજ માથાના ભાગે ઈજાઓ થતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સંબંધે કરંબા ગામે ખોબરા ફળિયામાં રહેતાં કાળુભાઈ મડીયાભાઈ બારીયાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————————

 

———————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!