Saturday, 25/06/2022
Dark Mode

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી પોલીસે 5.86 લાખ ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો તેમજ ફોરવહીલર -તેમજ મોટરસાઇકલ મળી 7.83 ઉપરાંત ના મુદ્દામાલ સાથે ત્રણ લોકો ઝડપાયા,

October 11, 2021
        1115
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી પોલીસે 5.86 લાખ ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો તેમજ ફોરવહીલર -તેમજ મોટરસાઇકલ મળી 7.83 ઉપરાંત ના મુદ્દામાલ સાથે ત્રણ લોકો ઝડપાયા,

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી પોલીસે 5.86 લાખ ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો તેમજ ફોરવહીલર -તેમજ મોટરસાઇકલ મળી 7.83 ઉપરાંત ના મુદ્દામાલ સાથે ત્રણ લોકો ઝડપાયા,

ઝાલોદ તાલુકાના જુના ચાકલીયા ગામે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 6.97 લાખના વિદેશી દારૂ તેમજ ફોરવિલ ગાડી સાથે ચાલકને ઝડપી પાડયો.

  ગરબાડા તાલુકાના ભિલવા ગામેથી પોલીસે 87 હજારના વિદેશી દારૂ તેમજ મોટરસાયકલ સાથે એકની અટકાયત કરી,

 ભિલવા ગામેથી દારુ મંગાવનાર બુટલેગર મુકેશ પંચાલે પોલીસને આપી ધાકધમકી,  પોલીસ સમક્ષ મારો દારૂ કેમ પકડો છો..? તમને નોકરી કરવી છે કે નહીં.. તેમ કહી ધાક ધમકી આપતા ગરબાડા પોલીસે દારૂ મંગાવનાર મુકેશ પંચાલ સામે પણ ગુનો નોંધ્યો 

દાહોદ તા.૧૧

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા જુના ચાકલીયા ગામે પોલીસ એક વિદેશી દારૂ ભરેલ બોલેરો ગાડીનો પીછો કરતાં બોલેરો ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પલ્ટી ખવડાવી નાસી જતાં પોલીસે બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.૪,૪૭,૮૪૦ના વિદેશી દારૂના જથ્થા સાથે બોલેરો ગાડીની કિંમત મળી કુલ રૂા.૬, ૯૭,૮૪૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.

 ઝાલોદ તાલુકાના જુના ચાકલીયા ગામે ડુમખેડા ફળિયાના જંગલ વિસ્તારમાંથી બોલેરો ગાડીમાં પ્રદિપભાઈ નવલસીંગ વાઘેલા (રહે. ચાકલીયા, બોરસદ ફળિયા, તા. ઝાલોદ, જિ.દાહોદ) મધ્યપ્રદેશ તરફથી વિદેશી દારૂ તથા બીયરનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી, ભરી બોલેરો ગાડીનો ચાલક બોલેરો ગાડીમાં વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ભરી જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ અંગેની બાતમી ચાકલીયા પોલીસને થતાં પોલીસે આ ગાડીનો પીછો કર્યાેં હતો. પોલીસને જાેઈ ગાડીના ચાલકે ગાડી રિવર્સમાં લેવા જતાં ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી અને ગાડી પલ્ટી ખાઈ જતાં ગાડી સ્થળ પર મુકી ચાલક નાસી જતાં પોલીસે બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ ૯૩ પેટીઓ જેમાં બોટલો નંગ. ૩૩૮૪ કિંમત રૂા. ૪,૪૭,૮૪૦ના પ્રોહી જથ્થા સાથે બોલેરો ગાડીની કિંમત મળી કુલ રૂા. ૬,૯૭,૮૪૦નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ ચાકલીયા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 પ્રોહીનો બીજો બનાવ ગરબાડા તાલુકાના ભીલવા ગામે બનવા પામ્યો હતો જેમાં એક મોટરસાઈકલનો ચાલક મોટરસાઈકલ પર વિદેશી દારૂની ખેપ મારતો હતો અને પોલીસે તેને રૂા.૩૩,૫૬૦ના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યાં બાદ આ વિદેશી દારૂ મંગાવનાર ઈસમ પોલીસ પાસે આવી પોલીસને બેફામ ગાળો બોલી, મારો દારૂ કેમ પકડો છો, તમોને અહીંયા નોકરી કરવા દેવાના નથી, પોલીસને હું જાેઈ લઈશ, તેવી ધાકધમકીઓ આપતાં પોલીસે બંન્ને ઈસમોને પકડી લઈ જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

ગરબાડા તાલુકાના ભીલવા ગામે ગત તા.૧૦મી ઓક્ટોમ્બરના રોજ ગરબાડા નગરમાં રહેતો પવનભાઈ પરથીભાઈ દેવડા પોતાના કબજાની મોટરસાઈકલ પર વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો. આ અંગેની જાણ ગરબાડા પોલીસને થતાં પોલીસે પવનભાઈને મોટરસાઈકલ સાથે વિદેશી દારૂની ૨૫૬ નંગ. બોટલો કિંમત રૂા.૩૬,૫૬૦ના વિદેશી દારૂના જથ્થો તેમજ બે મોબાઈલ ફોન અને મોટરસાઈકલની કિંમત મળી કુલ રૂા. ૮૭,૫૬૦ના મુદ્દામાલ સાથે પવનભાઈને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ અંગેની જાણ વિદેશી દારૂ મંગાવનાર મુકેશભાઈ કનુભાઈ પંચાલ (રહે. ગરબાડા, તા.ગરબાડા, જિ.દાહોદ) નો પોલીસ પાસે આવી પોલીસને કહેવા લાગેલ કે, મારો દારૂ કેમ પકડ્યો છે, મારા માણસને જવા દો, નહીં તો તમને અહીંયા નોકરી કરવા દેવાના નથી, વધારાનો વિદેશી દારૂ મંગાવી વીજીનલ્સની ટીમ બોલાવી કેસ કરાવીશ અને સસ્પેન્ડ કરાવીશ, તમારા ઉપર એ.સી.બી. કરાવીશ, હું પોલીસને જાેઈ લઈશ, હું કુવામાં કુદી જઈ અને તમારા માથે પડીશ, તેમ કહી ધાકધમકીઓ આપતાં પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમોને પકડી લઈ ગરબાડા પોલીસે પ્રોહી સહિતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!