
જીગ્નેશ બારીયા :- દાહોદ
લીમડી નગરમાં એક બંધ મકાને નિશાન બનાવતા તસ્કરો, સોના ચાંદીના દાગીના મળી 92,500 ના માલમત્તા પર હાથફેરો કરી તસ્કરો થયા ફરાર
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક બંધ મકાનમાં અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મકાનમાં ચોરી કરી સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂા.૯૨,૫૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં નિર્મળ પ્રતાપનગર સોસાયટીમાં રહેતાં જવાહરલાલ પન્નાલાલ જૈનના બંધ મકાનમાં ગત તા.૦૮મી ઓક્ટોમ્બરના રોજ અજાણ્યા ચોર ઈસમો ત્રાટક્યાં હતાં અને મકાનના દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યાેં હતો અને મકાનમાં પેટી પલંગની અંદર મુકી રાખેલ સોના – ચાંદીના દાગીના જેમાં બંગડી, ઝુમ્મર, બુટ્ટી, ચેઈન, મંગળસુત્ર વિગેરે મળી કુલ રૂા. ૯૨,૫૦૦ની મત્તાની ચોરી કરી લઈ અજાણ્યા ચોર ઈસમો નાસી જતાં આ સંબંધે જવાહરલાલ પન્નાલાલ જૈન દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————–