બાબુ સોંલકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નેહરુ યુવા કેન્દ્ર દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી
વિવિધ સ્પર્ધામાં નાની ઢઢેલી, છાલોર,ભિતોડી,મોટાનટવા જેવા ગામડાના યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
સુખસર,તા.૨૪
ફતેપુરા તાલુકામાં નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા તારીખ ૧૨/૧/૨૦૨૪ થી ૧૯/૧/૨૦૨૪ સુધી ભીતોડી,છાલોર, નાની ઢઢેલી,મોટાનટવા જેવા ગામોમાં ૧૫ થી ૨૯ વર્ષના યુવાનોની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.જેમાં ભેતોડી ગામે ૧૨ જાન્યુઆરી-૨૦૨૪ ના રોજ સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર અને યુવાનો માટે ચર્ચા કર્યા બાદ એક ટેસ્ટ અને ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી હતી.સાથે રમત સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.જેમાં ૪૫ જેટલા યુવાનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો.પ્રથમ સ્થાન પારગી જીવિકાબેન અને બીજો નંબર પારગી વિક્રમભાઈએ મેળવ્યો હતો.ત્યારબાદ ૧૩ જાન્યુઆરી-૨૦૨૪ ના રોજ નાની ઢઢેલી મુકામે જીવનદીપ વિદ્યાલયમાં ચિત્ર સ્પર્ધા કાર્યક્રમ યોજવામાં આવી હતી.જેમાં ૨૫ જેટલા બાળકોએ ભાગ લીધો હતો.તારીખ ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ છાલોર સ્કૂલમાં ૫૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો.જેમાં નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી.તથા ૧૭ જાન્યુઆરી-૨૦૨૪ ના રોજ મોટા નટવા ગામે ૩૫ જેટલા બાળકોએ ભાગ લીધો હતો.જેમાં વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.તમામ જગ્યાના યુવાનોને ભીતોડી પ્રાથમિક શાળાના આચાર્ય શંકરભાઈ કટારા દ્વારા યુવાન કોને કહેવાય? યુવાનનો ની શું ફરજ હોય છે?તેમને કેવા કાર્યો કરવા જોઈએ?જેવી બાબતોને ખૂબ જ રમૂજી શૈલીમાં અને દ્રષ્ટાંતો દ્વારા સમજ આપવામાં આવી હતી.સાથે ભાગ લેનાર તમામ યુવાનોને નહેરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.તથા જુદી-જુદી સ્પર્ધાઓમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર યુવાનને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.સાથે દરેક જગ્યાએ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.આ રીતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરવા બદલ તમામ જગ્યાએ નેહરુ યુવા કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.