બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભિતોડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી
દીકરા દીકરીને સામાન તક અને સામાન નજરે જોવાય તેની જાણકારી આપવામાં આવી
સુખસર,તા૨૪
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં તારીખ આજરોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ સ્ટાફ અને આચાર્ય દ્વારા દીકરીનું મહત્વ શું હોય છે?બાલિકા દિવસથી શા માટે ઉજવવામાં આવે છે ?સમાજમાં દીકરીનો શું યોગદાન હોય છે?અને આટલું મોટું યોગદાન આપવા છતાં પણ દીકરી નું સમાજમાં સ્થાન શું હોય છે? સાથે-સાથે અમુક વિસ્તારમાં અને સમાજમાં લોકો દીકરીઓને શિક્ષણથી વંચિત રાખે છે.જેથી બાળકોને એ પણ માહિતી આપવામાં આવી કે,દીકરીઓ ભણશે તો બે ઘર તારશે અને હવે દરેક ક્ષેત્રમાં દીકરીઓ આગળ આવી છે. અને ખૂબ સારી કામગીરી અને સેવા આપી રહી છે.પોલીસ હોય, પીએસઆઇ,શિક્ષણ ક્ષેત્રમાં,આરોગ્ય ક્ષેત્રમાં,બેંકોમાં,કંડકટર અને પાયલોટ ક્ષેત્રે પણ ખૂબ સારી ફરજ બજાવી રહી છે જેવી માહિતી બાળકોને આપવામાં આવી હતી.સાથે-સાથે અમુક સમાજમાં અમુક માન્યતા હોય કે અમુક કાર્યો દીકરીઓ જ કરે તેની પણ બાળકોને જાણકારી આપવામાં આવી હતી.રસોઈ બનાવી,સફાઈ કરવી,પાણી ભરવું એ દીકરીના કામ હોય એવી માન્યતા છે.
પરંતુ આ કામ ભાઈઓએ પણ કરવા જોઈએ અને સમાજમાં દીકરો-દીકરી એક સમાન દીકરા-દીકરી વચ્ચે જે ભેદભાવ છે તેને દૂર કરવા માટે બાળકોને માહિતી આપવામાં આવી હતી.સાથે શાળામાં દીકરા દીકરીને સમાન તક અને સમાન નજરે જોવાય તેની પણ તકેદારી રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું.સાથે ગામમાંથી એક પણ દીકરી શિક્ષણથી વંચિત ન રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.અને દીકરીઓને સરકાર શ્રી તરફથી મળતા લાભોની પણ જાણકારી આપવામાં આવી હતી.આ રીતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.