દેવગઢ બારીયા તાલુકાના ભુવાર ગામે રહેણાંક મકાનમાં પોલીસના દરોડા,1.94 લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો.
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભુવાર ગામે કાકરોડ ફળિયામાં દેવગઢ બારીઆ પોલિસે એક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂા. ૧.૪૯ લાખ ઉપરાંતના વિદેશી દારૂ-બીયરનો જથ્થો પકડી પાડી સ્થળ પરથી એક મોટર સાયકલ પકડી પાડી રૂા. ૧,૭૪,૧૨૦નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવ મળ્યું છે.
ભુવાલ ગામના કિરણભાઈ પર્વતભાઈ પટેલ, તેના ભાઈ પ્રકાશભાઈ પટેલ તથા ઈશ્વરભાઈ ફતેસીંગભાઈ પટેલના ઘરે વિદેશી દારૂનો જથ્થો ઉતારી તેઓની મોટર સાયકલ ઉપર કટીંગ કરવા સારૂ લઈ જતાં હોવાની દેવગઢ બારીઆ પોલિસ સ્ટેશનના પી.એસ.આઈ સી.આર.દેસાઈને બાતમી મળી હતી જે બાતમીના આધારે પી.એસ.આઈ સી.આર.દેસાઈએ પોતાના સ્ટાફના પોલિસ કર્મીઓને સાથે રાખી ગતરોજ બપોરના દોઢેક વાગ્યાના સુમારે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં કિરણભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ પ્રોહી મુદ્દામાલ સાથે મોટર સાયકલ મૂકી નાસી ગયા હતા. તે મોટર સાયકલ પરનો મુદ્દામાલ તથા તેઓની દારૂની કાચની તેમજ પ્લાસ્ટીકની બોટલ નંગ-૧,૨૧૨ ભરેલ પેટીઓ નંગ-૨૯ પકડી પાડી રૂા. ૧,૪૯,૧૨૦ના પ્રોહી મુદ્દામાલ સાથે રૂા. ૨૫૦૦૦ની કિંમતની એક મોટર સાયકલ તથા મકાનમાંથી લાઈટબીલ, રેશનકાર્ડ, પંચાયતવેરા, મરકાનની આકરણી પત્રક તથા ચુંટણીકાર્ડની સ્લીપની નકલ મળી કુલ રૂા. ૧,૭૪,૧૨૦નો મુદ્દામાલ કબજે લઈ ભુવાલ ગામના કિરણભાઈ પર્વતભાઈ પટેલ, પ્રકાશભાઈ પર્વતભાઈ પટેલ તથા ઈશ્વરભાઈ ફતેસિંહ ભાઈ પટેલ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
———————————