બાબુ સોલંકી :- સુખસર
*રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને ફતેપુરા તાલુકાના બલૈયા પ્રાથમિક શાળા ખાતે સ્વછતા કાર્યક્રમનું આયોજન કરાયું*
સુખસર,તા.12
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દાહોદ જિલ્લામાં તા. ૦૮ થી ૧૪ જૂન દરમિયાન ‘સ્વચ્છતા અભિયાન સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દાહોદ જિલ્લાના વિવિધ ગ્રામ્ય-શહેરી વિસ્તારોમાં સફાઈ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા પ્રાથમિક શાળા ખાતે રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સ્વછતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જે દરમ્યાન મંત્રીએ શાળા પટાંગણની સફાઈ સ્વ હસ્તે કરીને સૌને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો. આમ,આ સ્વચ્છતા સપ્તાહ ‘સ્વચ્છ ભારત’ના સંકલ્પને સાર્થક કરવામાં સહાયરૂપ બની રહ્યું છે.
