
બાબુ સોલંકી :- સુખસર
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પેથાપુરમાં ફરજ બજાવતા શિક્ષક વય નિવૃત્ત થતા સન્માન સમારંભ યોજાયો
ઝાલોદ તા. ૩૦
નિવૃત્ત થતા શિક્ષકને ફૂલહાર પહેરાવી શ્રીફળ,શાલ,ભેટ,સોકાદ આપી નિવૃત્તિ બાદનું જીવન પોતાના પરિવાર સાથે આનંદમય વિતાવે તેવી શુભકામનાઓ સાથે વિદાય આપવામાં આવી
ઝાલોદ તાલુકાના પેથાપુર ખાતે આવેલ શ્રી માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શાળા પેથાપુરમાં ગણિત, વિજ્ઞાન વિષય ના શિક્ષક શ્રી પ્રફુલ આર.પંચાલ નો વય નિવૃતિ સન્માન સમારંભ યોજાયો હતો.જેમાં શાળાના પ્રમુખ ,મંત્રી અને મંડળના સૌ હોદેદારો તેમજ શાળાના આચાર્ય ચેતન પ્રજાપતિ અને સ્ટાફ પરિવાર, વિધ્યાર્થીઓ તથા પ્રાથમિક શાળાના સ્ટાફ અને ગામના વડીલો,આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.જેમાં શાળાના પ્રમુખ ઈશ્વરસિંહ નાયક દ્વારા નિવૃત્ત થતા શિક્ષકનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.સાથે-સાથે મોમેંટો,ભેટ,સોગાદ આપી તેમનું શેષ જીવન સારી રીતે જીવે,પોતાના પરિવાર સાથે રહે તેવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.હાજર રહેલ સૌ કોઈ સ્ટાફ પરિવાર દુઃખની લાગણી સાથે ભીની આંખે નિવૃત્તિ પામનાર કર્મચારીને ફૂલહાર પહેરાવીને શ્રીફળ,શાલ,ભેટ સોગાદ આપી નિવૃતિ બાદનું જીવન પોતાના પરિવાર સાથે આનંદમય વિતાવે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.કાર્યક્ર્મના અંતે આચાર્ય ચેતન પ્રજાપતિ દ્વારા સન્માન પત્ર આપી ભીની આંખે શાળામાંથી વિદાય આપવામાં આવી હતી.અંતે શાળાના મંત્રી ઉપેન્દ્રસિંહ નાયક દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.જયંત પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.