દાહોદ એલસીબી પોલીસે રાબડાળ ગામે ફોર વહીલરમાંથી 68 હજારના ઉપરાંતનો વિદેશી દારૂ સાથે બે ઝડપાયા.
પોલીસે વિદેશી દારૂ તેમજ ફોર વહીલ ગાડી સહીત 7.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો..
દાહોદ તા.૩૦
દાહોદ એલ.સી.બી. પોલીસે દાહોદ તાલુકાના રાબડાળ ગામેથી એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા. ૬૪,૮૦૦ના પ્રોહી જથ્થા સાથે ચાલક સહિત બે ઈસમોની અટકાયત કરી ગાડીની કિંમત મળી કુલ રૂા. ૭,૯૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં પ્રોહીની પ્રવૃતિઓને અટકાવવા, નાસતાં ફરતાં ઈસમોને ઝડપી પાડવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દાહોદ તાલુકાના રાબડાળ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક પ્રગ્નેશકુમાર ઉર્ફે ભોલુ જવસીંગભાઈ મકવાણા અને તેની સાથેનો અર્પણકુમાર ઉર્ફે કાલુ મહેશભાઈ મકવાણા (બંન્ને રહે. ગલાલીયાવાડ, મકવાણા ફળિયું, તા.જિ.દાહોદ) નાઓને પોલીસે અટકાયત કરી ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૪૫૬ કિંમત રૂા. ૬૪,૮૦૦ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા. ૭,૯૪,૮૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ દાહોદ એલ.સી.બી. પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————