દાહોદમાં બે દિવસ પહેલા ગુમ થયેલા વેપારીના મિસિંગ કેસમાં નવો વળાંક…
ખડાતિયાંવાડના બંધ ફ્લેટમાં ખેલાયો ખૂની ખેલ:બજારમાંથી ખરીદેલા ચપ્પુના ઉપરા છાપરી ઘા કરી મિલાપને યમસદને પહોંચાડ્યો.
સમગ્ર પ્રકરણમાં નેપાળી યુવકો શંકાના ઘેરામાં એકનું પાલઘર નજીક ચાલુ ટ્રેને પડી જતા મોત..
પોલીસે FSL તેમજ ડોગ સ્કવોડની મદદ લીધી,
પોલીસે લૂંટ વિથ મર્ડર સબન્ધે ગુનો દાખલ કરી બે રાજ્યોમાં તપાસનો દોર લંબાવ્યો..
દાહોદ તા.28
દાહોદ શહેરમાં બે દિવસ પહેલા ગુમ થયેલા 42 વર્ષીય વ્યક્તિની નગ્ન અવસ્થામાં હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શબ્દતાની સાથે ચકચાર પામી હતી. જોકે ઘટનાની જાણ દાહોદ પોલીસને થતા પોલીસ અધિક્ષક ડિવિઝનના એ.એસ.પી,તેમજ એલ.સી.બી એસ ઓ.જી સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી.અને સમગ્ર પ્રકરણમાં પ્રાથમિક દ્રષ્ટિએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે લૂંટ વિથ મર્ડરને અંજામ આપ્યું હોવાનું સપાટી પર આવતા પોલીસે ગુનો દાખલ કરી તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના દેસાઈવાડ ખાતે રહેતા તેમજ ઇમિટેશન જ્વેલરીનો ધંધો કરતા મિલાપ લવ શાહ નામક વ્યક્તિ બે દિવસ અગાઉ સાંજના સમયે હું થોડીવારમાં આવું છું તેમ કહી ઘરેથી મોપેડ લઇ નીકળ્યા બાદ રહસ્યમયી સંજોગોમાં ગુમ થઈ જતા પરિવારજનો દ્વારા ભારે શોધખોળ આચારવામાં આવી હતી. ઉપરોક્ત ગુમ થયેલા મિલાપ શાહ જોડે કઈ અજુગતું બન્યું હોવાની તીવ્ર આશંકાની વચ્ચે પરિવારજનો તેમજ લાગતા વળગતા દ્વારા શહેરના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, તેમજ અન્ય જાહેર સ્થળો પર ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ ખંગાળવામાં આવી હતી જેમાં ઉપરોક્ત ગુમ થયેલો વ્યક્તિ મિલાપ શાહ શહેરના એક નામાંકિત હોટલમાં એક અઠવાડિયા પહેલા જ કામ પર આવેલા નેપાળી યુવકો જોડે ફરતો દેખાયો હતો. જે બાદ ગુમ થયેલા મિલાપ શાહના પિતા લવ શાહે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે મિસિંગ ફાઈલ કરાવી હતી.જે બાત પોલીસ દ્વારા હોટલમાં જઈ પૂછપરછ કરતા ઉપરોક્ત નેપાળી યુવકો સહિત પાંચ લોકોનો સ્ટાફ પાંચ દિવસ અગાઉ જ કામ પર આવ્યો હતો. તે પણ રહસ્યમયી સંજોગોમાં ગુમ થયો હતો.જે બાદ નક્કી કંઈક અજુગતું બન્યું હોવાની તીવ્ર આશંકાને લીધે એક તરફ પોલીસ દ્વારા મિલાપને શોધવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી હતી. તો બીજી તરફ મિલાપના પરિવારજનો તેમજ લાગતા વળગતા દ્વારા પણ પોતાની રીતે શોધખોળ આદરી હતી. જે બાદ મિલાપ શાહનો મોપેડ સ્કૂટર રેલ્વે સ્ટેશનની સામે મળી આવતા રેલવે સ્ટેશન સહિતના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં કઈ ખાસ જોવા મળ્યું નહોતું. આ દરમિયાન પોલીસ પણ સતત ટેકનિકલ સોર્સની મદદથી ઉપરોક્ત મિલાપ શાહની શોધખોળમાં લાગેલી હતી. આ દરમિયાન એક અફવા એવી ઉડી હતી કે મિલાપ શાહ અર્ધ બેભાન અવસ્થામાં વડોદરા રેલવે સ્ટેશનથી મળી આવ્યો છે. જે બાદ લાગતા વળગતા દ્વારા રેલવે સ્ટેશન ખાતે પોલીસની મદદથી તપાસ હાથ ધરતા આ તમામ વાતો અફવા સ્વરૂપે બહાર આવી હતી. આ દરમિયાન બે દિવસથી મિલાપ શાહનો કોઈ પતો ન લાગતા પરિવાર વધુ ચિંતાતુર બન્યો હતો.તેવા સમયે ગઈકાલે રાત્રે પોલીસની ટીમો દ્વારા ખડતીયાવાડમાં આવેલા તેમના કુટુંબી માસીના બંધ મકાનની તલાસી લેતા તેમાંથી લોહીના ખાબોચીયાની વચ્ચે નગ્ન અવસ્થામાં મિલાપ શાહનો મૃતદેહ જોવા મળતા સો કોઈના પગ તળેથી જમીન ખસકી ગઈ હતી. આખરે આ બંધ ફ્લેટમાં શું બન્યું.? મિલાપ શાહ આ સ્થળે કેવી રીતે આવ્યો? મિલાપ શાહની હત્યા કોણે કરી.? આ તમામ સવાલો લાસ મળી હોવાનું કે બહાર આવતા તેમના પરિવારજનો તેમજ લાગતા વળગતાઓના જનમાણસમાં ઉઠવા પામી હતી. તો બીજી તરફ આ આ મામલાની જાણ પોલીસને થતા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, એએસપી વિશાખા જૈન, ડીવાયએસપી, તેમજ એલસીબી એસ ઓ જી પેરોલ ફર્લો, તેમજ એ ડિવિઝન ના પી.આઈ દિગ્વિજયસિંહ પઢિયાર સહિતના પોલીસનો કાફલોઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર પ્રકરણ બાબતે તલસ્પર્શી તપાસ હાથ ધરવાનો આરભ કર્યો હતો. જોકે આ દરમિયાન ગુમ થયેલા પાંચ નેપાળી વેટરમાંથી એક વેટરની લાસ પણ સુરત અને પાલઘર વચ્ચે રેલવે ટ્રેક પરથી મળી આવતા હવે આ સમગ્ર પ્રકરણની છૂટી છવાયેલી કડીઓ જોડવા માટે પોલીસની તમામ ટીમો યુદ્ધના ધોરણે કામે લાગી છે. જોકે હાલ આ સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસે મરણ જનાર મિલાપ શાહના મૃતદેહને પીએમ અર્થે નજીકના દવાખાને પેનલ પીએમ માટે ખસેડવામાં આવી હતી અને સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસ આ કેસમાં આરોપીઓના તદ્દન નજીક હોવાથી કદાચ આવનારા નજીકના સમયમાં હત્યાનો સમગ્ર ભેદ ઉકેલવાનો શક્યતાઓ નકારી શકાતી નથી.
મિલાપ શાહની હત્યાનું કારણ અકબંધ:સમગ્ર પ્રકરણમાં ત્રણ વ્યક્તિઓની સંડોવણી હોવાની આશંકા.
આ સમગ્ર પ્રકરણમાં ભારે શરીર અને કદ કાઢી ધરાવતા મિલાપની હત્યા કોઈ એક વ્યક્તિએ કરી હોય તે તો હાલના તબબકે અશક્ય છે. જે રીતે સમગ્ર પ્રકરણમાં ખૂની ખેલ ખેલાયો, મિલાપની મોપેડનો ઉપયોગ અને બંધ ફ્લેટમાં જે પ્રમાણે કુર્તાપૂર્વક હત્યા કરવામાં આવી કોઈ એક વ્યક્તિ નહીં પરંતુ ત્રણથી વધારે વ્યક્તિઓ આ સમગ્ર પ્રકરણમાં સામેલ હોવાની હાલ તીવ્ર આશંકા જોવાઈ રહી છે.
મૃતક મિલાપ અને હોટલમાં નોકરી કરવા આવેલા પર પ્રાંતિય યુવક જોડે ઘનિષ્ઠતા કેવી રીતે થઈ: વ્યાપારિક સંબંધ કે અન્ય કોઈ સબંધ ડેવલોપ થયા,ચર્ચાતો સવાલ..
મૃતક મિલાપની દીકરીનો જન્મદિવસ હોવાથી તેઓ પરિવારજનો સાથે બર્થડે સેલિબ્રેટ કરવા એક હોટલમાં જાય છે.જ્યાં તાજેતરમાં નોકરી કરવા આવેલા નેપાળી યુવકો જોડે મિલાપની મિત્રતા થાય છે. પરંતુ મિલાપ અને આ નેપાળી યુવકો વચ્ચે મિત્રતા ક્યારે થઈ.? આ લોકોના સંબંધ વ્યાપારિક હતા અથવા અન્ય કોઈ સંબંધો ડેવલોપ થયા હતા.? મિત્રતા બાદ આપ મિત્રતા શત્રુતામાં કેવી રીતે પરિણમી આ તમામ મુદ્દાઓએ પોલીસને ચકરે ચડાવી દીધી છે.
પાંચ દિવસ પહેલા હત્યાનું પ્લાનિંગ:નોકરી છોડવા બબાલ આ પૂર્વ આયોજિત કાવતરાનો ભાગ હોવાનું અણસાર..
થોડાક દિવસ પહેલા દાહોદની નામાંકિત હોટલમાં બહારગામથી નોકરી અર્થે આવેલા નેપાળી યુવકોએ મૃતક મિલાપનું કાસળ કાઢવા માટે પાંચ દિવસ પહેલા નક્કી કરી દીધું હતું.અને પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હત્યા માટે કામ છોડવાનો બહાનું બનાવી હોટલમાં ઝઘડો કર્યો અને કામ છોડ્યા બાદ નક્કી કરેલા ધ્યેય મુજબ મિલાપની ઠંડે કલેજે હત્યા કરી દીધી હોવાનું હાલ પોલીસ તપાસની એક થિયરીમાં સામે આવી રહ્યું છે.
મૃતક મિલાપ શાહની બજારમાંથી ખરીદેલા ચપ્પા વડે ઉપરાછાપરી 25 થી વધુ ઘા કરી ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ..
ખડાતીયાવાડનાએ ફ્લેટમાં પરમ દિવસે ખેલાયેલા ખૂની ખેલમાં મૃતક મિલાપ શાહની લાશ લોહિના ખાબોચિયામાં ફેસડેલી હાલતમાં મળી આવી હતી. જેમાં પોલીસની તપાસ દરમિયાન મિલાપ શાહનું કાસળ કાઢનારા હત્યારાઓએ પહેલેથી જ પૂર્વ આયોજિત કાવતરા ના ભાગરૂપે એક જગ્યાએથી ખૂન કરવા માટે ત્રણ સાથીઓએ ભેગા મળી ચપ્પાની ખરીદી કરી હતી જે એક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસ માટે આ ફૂટેજ ખૂબ જ મહત્વપૂર્ણ કડી સાબિત થયું છે. જેમાં હત્યારાઓએ બજારમાંથી ખરીદીના ચપ્પુ વડે મિલાપ શાહની બંધ ફ્લેટમાં ખૂબ જ ટૂરતાપૂર્વક એક બે નહીં પરંતુ 25 થી વધારે ઘા કરી મોતના ઘાટ ઉતારી દીધું હોવાનું સપાટી પર આવ્યું છે. એટલું જ નહીં આ હુમલો એટલો તીર્થ તીવ્ર હતો કે આ હુમલામાં મૃતક મિલાપની આંગળી પણ શરીરથી અલગ થઈ ગઈ હોવાનું જાણવા મળેલ છે. પરંતુ આટલી ક્રૂર રીતે થયેલ હત્યાંમાં કોઈ પણ પ્રકારનો વિરોધ કે બુમાબુમ ન થઈ અને હત્યારાઓએ ખુબ જ ઠંડે કલેજે હત્યાને કેવી રીતે અંજામ આપી દીધું તે સૌ કોઈમાં મનમાં પ્રશ્ન ઉદભવી રહ્યો છે.
પાલઘર ખાતે મળેલી નેપાળી યુવકની લાશ અને મિલાપનું મર્ડર એ બન્ને કેસ ડબલ મર્ડર હોવાની પ્રબળ આશંકા.
ગઈકાલે સાંજે મિલાપ શાહની લાશ ખડતીયાવાડના એક બંધ ફ્લેટમાં મળી આવી હતી. આ દરમિયાન પોલીસ તપાસમાં નામાંકિત હોટલમાં કામ કરતાં વેટરો સાથે મિલાપ ફરતો દેખાયા હોવાના કેટલાક સ્થળોથી સીસીટીવી ફૂટેજ પોલીસના હાથે લાગ્યા હતા. બીજી તરફ મિલાપની મોપેડ ગાડી પણ રેલવે સ્ટેશનના સામેથી પાર્ક કરેલી હાલતમાં મળી આવી હતી. પોલીસ હાલ સમગ્ર હત્યાકાંડમાં કોઈ પગેરૂ સુધી પહોંચે તે પહેલા જ દાહોદ થી 400 કિલોમીટર દૂર સુરત અને પાલઘર વચ્ચે નેપાળી યુવકની ચાલુ ટ્રેને પડી જતા મોતને ભેટયા હોવાનું પોલીસ સમક્ષ આવ્યું હતું. પરંતુ આ મામલે તપાસ હાથ ધરતા મૃતક મિલાપ સાથે ફરતા નેપાળી યુવકોમાં પાલઘર ખાતે ચાલુ ટ્રેનમાંથી પડી મરણ પામેલો ઈસમ પણ સાથે હોવાનું સામે આવતા એક તબક્કે પોલીસ પણ ચોકી ઉઠી હતી. પરંતુ પોલીસે કડીઓ જોડતા ઉપરોક્ત પાલઘર ખાતે મરણ પામેલો નેપાળી ઈસમ ખરેખર ચાલુ ટ્રેનમાંથી પડી ગયો હતો.? અથવા કોઈકે આ યુવકને ધક્કો મારી મારી નાખવાની કોશિશ કરી છે. બીજી તરફ મિલાપની પણ લાશ બંધ ફ્લેટમાંથી મળી આવતા આ સમગ્ર મામલો લૂંટ વિથ મર્ડર તો ખરો જ પરંતુ ડબલ મર્ડર પણ હોઈ શકે જેની હાલ પોલીસ તપાસ હાથ ધરી રહી છે.
પોલીસ તપાસ માટે ખૂટતી કડીઓ
* મિલાપની હત્યા કરવાનું કારણ
*મિલાપની હત્યામાં કેટલા લોકો સામેલ હતા.
* મિલાપ અને નેપાળી યુવકોની મિત્રતા કેવી રીતે થઈ હતી.
* મિલાપ અને નેપાળી યુવકો વચ્ચે કેવા પ્રકારના સંબંધો હતા.
*પાલઘર ખાતે મળેલી લાશ હત્યા હતી કે અકસ્માત..
*બંધ ફ્લેટમાં શું સીન ક્રિએટ થયો હતો.