Monday, 09/09/2024
Dark Mode

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના માધવા ગ્રામ પંચાયત સ્વચ્છતા ઝુંબેશ રંગ લાવી

October 27, 2023
        859
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના માધવા ગ્રામ પંચાયત સ્વચ્છતા ઝુંબેશ રંગ લાવી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના માધવા ગ્રામ પંચાયત સ્વચ્છતા ઝુંબેશ રંગ લાવી

સુખસર,તા.૨૭

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના માધવા ગ્રામ પંચાયત સ્વચ્છતા ઝુંબેશ રંગ લાવી

 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં આગામી બે માસ સુધી પ્રતિ દિન સ્વચ્છતા કાર્યક્રમો યોજવાની પહેલ કરી હતી. 

‘ગામડું સ્વચ્છ બનશે તો દેશ સ્વચ્છ બનશે’ આ વિચારને ખરેખર અમલી બનાવ્યો છે દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકાના માધવા ગ્રામ પંચાયતની આ કામગીરીમાં ગામ લોકો પણ પૂરતો સહયોગ આપે. અને ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અપીલ કરવામાં આવી હતી.

મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાલક્ષી વિચારોને આજે ગુજરાતનો જન જન સાર્થક કરી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન પૂરજોશમાં આગળ ધપી રહ્યુ છે. તે અંતર્ગત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના માધવા ગ્રામ પંચાયત પર સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ કાર્યક્રમ અંતર્ગત સાફ સફાઇની કામગીરી તેમજ સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ કાર્યકમ માં ગ્રામ પંચાયતના સભ્ય શ્રીઓ અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!