દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઝાબુ ગામે મજુરીના નાણાંની લેવડ દેવડ મામલે એક વ્યક્તિનેગ દડાપાટ્ટુનો માર મારી ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવ પામીછે
દાહોદ તા.૨૭
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઝાબુ ગામે મજુરીના નાણાંની લેવડ દેવડ મામલે એક વ્યક્તિને મોટરસાઈકલ સાથે રસ્તામાં રોકી ચાર ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી લાકડી વડે તેમજ ગદડાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી નાસી ગયાંનું જાણવા મળે છે.
ગત તા.૦૧ ઓક્ટોમ્બરના રોજ ગરબાડા તાલુકાના માતવા ગામે નવા ફળિયામાં રહેતા રેવાભાઈ વરીયાભાઈ માવી પોતાની મોટરસાઈકલ લઈ પોતાની બહેનના ઘરે કોઈ કામ માટે ગયો હતો ત્યારે પોતાની બહેનના ઘરેથી મોટરસાઈકલ લઈ પરત ફરતી વેળાએ રસ્તામાં ઝાબુ ગામે મોહનીયા ફળિયામાં જેસાવાડા રોડ ઉપર ધાનપુર તાલુકાના ખજુરી, ઝાબુ ગામે રહેતાં લક્ષ્મણભાઈ નગરીયાભાઈ મિનામા, સવલાભાઈ મડીયાભાઈ બારીયા, કમલેશભાઈ ભુદરાભાઈ ભાભોર અને રાકેશભાઈ કસુરીયાભાઈ ભાભોરનાઓએ રેવાભાઈને રસ્તામાં રોકી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, અમારા મજુરીના પૈસા કેમ આપતો નથી, તેમ કહી લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે, પગે ઈજાઓ પહોંચાડી નાસી ગયાં હતાં. આ મામલો સમાજના આગેવાનોમાં પહોંચ્યો હતો પરંતુ સમાજ રાહે પણ બે અઠવાડીયા સુધી ન્યાય નહીં મળતાં આખરે રેવાભાઈ વરીયાભાઈ માવીએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————-