Sunday, 22/05/2022
Dark Mode

સુપરફાસ્ટ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા બે મુસાફરોના બેગ ભૂલથી દાહોદ ઉતરી ગયા : દાહોદ રેલવેના અધિકારીઓએ મુસાફરોને બેગ પરત કર્યો 

September 3, 2021
        2966
સુપરફાસ્ટ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા બે મુસાફરોના બેગ ભૂલથી દાહોદ ઉતરી ગયા : દાહોદ રેલવેના અધિકારીઓએ મુસાફરોને બેગ પરત કર્યો 

દાહોદ: સુપરફાસ્ટ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા બે મુસાફરોના બેગ ભૂલથી દાહોદ ઉતરી ગયા : દાહોદ રેલવેના અધિકારીઓએ મુસાફરોને બેગ પરત કર્યો 

 ઉત્તર પ્રદેશના વારાણસીના બે મુસાફરોના સમાનનો બેગ અવંતિકા  એક્સપ્રેસમાં સુરત થી ઇન્દોર જતા વેળાએ અને મુસાફરોના દાહોદ ઉતરી ગયું હતું 

 રેલ્વે સત્તાધીશો દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા બંને મુસાફરોનો બેગ પાર્સલ ઓફિસમાંથી મળી આવતાં હાશકારો 

 રેલ્વે સત્તાધીશોએ જરૂરી કાર્યવાહી કરી મુસાફરોને બેગ પરત કર્યા 

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ તા.૦૩

દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે એક ટ્રેનમાં બે યાત્રીઓ પોતાનું બેગ ભુલી જતાં આ બેગ પાર્સલ ઓફીસમાં પહોંચ્યું હતું અને યાત્રીઓએ આ મામલે દાહોદ રેલ્વે સ્ટેશનને જાણ કરતાં દાહોદ રેલ્વે સ્ટેશનના સત્તાધિશો દ્વારા પાર્સલ ઓફિસમાં તપાસ કરી બેગને કબજે કર્યું હતું અને બેગની તલાસી લેતાં તેમાં સાડીઓ, રોકડા રૂપીયા ૪૮ હજાર વિગેરે મળી આવ્યું હતું અને બેગના માલિક એટલે કે, મુસાફરોને જાણ કરતાં મુસાફરો દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચ્યાં હતાં અને દાહોદ રેલ્વે સ્ટેશનના સત્તાધિશોએ જરૂરી કાર્યવાહી કરી બેગને મુસાફરોને પરત કર્યું હતું.

ગત તા.૦૩.૦૯.૨૦૨૧ના રોજ અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફર કરી રહેલાં આમીર હુસૈન તથા ઈમરાન નવાઝ (બંન્ને રહે.વારાણસી, ઉત્તર પ્રદેશ) ટ્રેનમાં બેસી સુરતથી ઈન્દૌર યાત્રા કરી રહ્યાં હતાં. તેમનું બેગ દાહોદથી ઉતરતા એક યાત્રીના સામાન સાથે જતું રહ્યું હતું. આ અંગે ઉપરોક્ત મુસાફરોએ દાહોદ રેલ્વે સ્ટેશનને જાણ કરી હતી અને દાહોદ રેલ્વે સ્ટેશનના સત્તાધિશોએ રેલ્વે સ્ટેશન ખાતે બેંગની તલાસી કરી હતી અને સીસીટીવીના ફુટેજાેની પણ ચકાસણી કરી હતી. સીસીટીવીના ફુટેજમાં કોઈ વ્યક્તિ પાર્સલ કાર્યાલયમાં મહેરૂમ કલરનું બેગ મુકી જતો રહ્યો હતો. આ જાેતા દાહોદ રેલ્વે સ્ટેશનના સત્તાધિશોએ પાર્સલ ઓફિસમાં જઈ આ બેગ કબજે લીધી હતી અને તેની તપાસ કરતાં બેગની અંદરથી ૦૪ નવી બનારસી સાડી, થોડા જુના કપડા અને રોકડા રૂપીયા ૪૮,૦૦૦ રોકડા મળી આવ્યાં હતાં. દાહોદ રેલ્વે સત્તાધિશો દ્વારા ઉપરોક્ત બંન્ને મુસાફરોને તેઓની બેગ મળી ગઈ હોવાની જાણકારી આપતાં મુસાફરો દાહોદ રેલ્વે સ્ટેશન આવી પહોંચ્યાં હતાં જ્યાં મુસાફરોનું ખોવાયેલ બેગ રેલ્વે સત્તાધિશોએ જરૂરી કાર્યવાહી કરી મુસાફરોને પરત સોંપ્યું હતું.

———————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
AllEscort