અકસ્મતગ્રસ્તની મદદે દોડી આવ્યા ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા વરોડ ગામ નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત; ઈજાગ્રસ્તને જોઈ ધારાસભ્યે ગાડી રોકી 108 બોલાવી, તબીબની મદદથી પ્રાથમિક સારવાર અપાવી

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

અકસ્મતગ્રસ્તની મદદે દોડી આવ્યા ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા

વરોડ ગામ નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત; ઈજાગ્રસ્તને જોઈ ધારાસભ્યે ગાડી રોકી 108 બોલાવી, તબીબની મદદથી પ્રાથમિક સારવાર અપાવી

દાહોદ તા.22

ઝાલોદ-દાહોદ હાઈવે પર ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના વરોડ ગામ નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકચાલક ઈજાગ્રસ્ત થતાં ઘટનાસ્થળે લોકો એકત્ર થયા હતા.

દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાની નજર ઈજાગ્રસ્ત બાઈકચાલક પર પડતાં તેમણે તાત્કાલિક પોતાની ગાડી રોકી હતી અને ઈજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા. જોકે ધારાસભ્યે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઘટનાસ્થળે બોલાવી હતી. આ દરમિયાન ત્યાંથી ખાનગી હોસ્પિટલના તબીબની ગાડી પસાર થતી નજરે પડતાં ધારાસભ્યે તેમની ગાડી પણ રોકાવી હતી અને ઈજાગ્રસ્તને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા જણાવ્યું હતું.થોડા સમય બાદ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચતાં ઈજાગ્રસ્ત બાઈકચાલકને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાએ ઈજાગ્રસ્તના પરિજનોને પણ અકસ્માતની જાણ કરી હતી.

અકસ્મતગ્રસ્ત વ્યક્તિને સમયસર મદદ મળી રહે તે માટે ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી કામગીરીને ઘટનાસ્થળે હાજર લોકોએ માનવતાભર્યા અભિગમ તરીકે બિરદાવી હતી.

Share This Article