*સુખસર તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષા યોજાઈ* *સુખસર તાલુકામાં 42 પ્રાથમિક શાળાઓ,5 માધ્યમિક શાળાઓમાંથી 1988 જેટલા બાળકોએ પરીક્ષામાં ભાગ લીધો

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*સુખસર તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષા યોજાઈ*

*સુખસર તાલુકામાં 42 પ્રાથમિક શાળાઓ,5 માધ્યમિક શાળાઓમાંથી 1988 જેટલા બાળકોએ પરીક્ષામાં ભાગ લીધો*

 સુખસર,તા.19

 સુખસર તાલુકાની પ્રાથમિક શાળાઓ,માધ્યમિક શાળાઓ , ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તારીખ 19 સપ્ટેમ્બર 2026 ને શનિવારના રોજ ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષા યોજવામાં આવી હતી.જેમાં આપણી સંસ્કૃતિએ દુનિયામાં મહાન અને પ્રાચીન સંસ્કૃતિ છે.પરંતુ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થવાથી આપણી મહાન સંસ્કૃતિ ભુલાતી જાય છે.જેને જાગૃત કરવાની અને જાળવણી કરવાનું ભગીરથ કાર્ય ગાયત્રી પરિવાર કરી રહ્યું છે.આ પરીક્ષા ધોરણ પાંચ થી લઈને કોલેજ સુધીના બાળકોની લેવામાં આવે છે.દરેક બાળકને ધોરણ કક્ષા મુજબ બુક આપવામાં આવે છે. જેમાંથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે.

       બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કાર અને આરોગ્યનો વિકાસ થાય તેવી બોધ કથાઓ,વાર્તાઓ,દ્રષ્ટાંતો, ઉદાહરણો,દેશભક્તોના જીવન ચરિત્રો આપેલા હોય છે.જેના દ્વારા બાળકોમાં સાચું બોલવું,વહેલા ઊઠવું,પ્રમાણિકતા,નિષ્ઠા,રાષ્ટ્રપ્રેમ, વડીલોનો ઉદ્ધાર કરવો,જાહેર સંપત્તિ નું રક્ષણ કરવું,કુટુંબ,પરિવાર,ગામ,

સમાજ અને રાષ્ટ્ર માટે હું શું કરી શકું ? જેવા ગુણોનો વિકાસ થાય છે. બાળકો પોઝિટિવ બને છે.નકારાત્મક ભાવો દૂર થાય છે.ગુસ્સો, ચીડિયાપણું ,વ્યસન થી દૂર રહે છે. સાથે OMR SHEET માં જવાબો લખવાના હોવાથી સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી પણ બાળકોને મળી રહે છે.સાથે ઘણા પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાય તેવા હોય છે.આ રીતે સુખસર તાલુકામાં 42 પ્રાથમિક શાળાઓ ,પાંચ માધ્યમિક શાળાઓ માંથી 1988 જેટલા બાળકોએ આ પરીક્ષા આપી હતી.આ પરીક્ષા આપનાર તમામ બાળકોને ગાયત્રી પરિવાર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે. તાલુકામાં દરેક ધોરણમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર બાળકનું સન્માન કરીને યોગ્ય ઇનામ પણ આપવામાં આવે છે.ત્યારબાદ જિલ્લા લેવલે,ઝોન લેવલે અને સ્ટેટ લેવલે આગામી પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.

Share This Article