Friday, 28/03/2025
Dark Mode

ફતેપુરા તાલુકામાં છેલ્લા પાંચ વર્ષથી શૌચાલયના નામે જવાબદાર તંત્રના સહયોગથી કરોડોનું ચાલતું કૌભાંડ.!!

September 3, 2021
        1866
ફતેપુરા તાલુકામાં છેલ્લા પાંચ વર્ષથી શૌચાલયના નામે જવાબદાર તંત્રના સહયોગથી કરોડોનું ચાલતું કૌભાંડ.!!

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકામાં છેલ્લા પાંચ વર્ષથી શૌચાલયના નામે જવાબદાર તંત્રના સહયોગથી કરોડોનું ચાલતું કૌભાંડ.!!

તાલુકામાં મિશન મંગલમ જૂથો તથા સખી મંડળના નામે સૌચાલયયોની કરવામાં આવેલ કામગીરીની નિષ્પક્ષ તપાસ કરવા માંગ.

ફતેપુરા તાલુકામાં શૌચાલના બાંધકામ કરનાર વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને એક વર્ષથી ધરમધક્કા:સખી મંડળ તથા મિશન મંગલમ જૂથના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર.??

 સરકાર દ્વારા ફતેપુરા તાલુકામાં સાર્વજનિક સૌચાલય બાંધકામ પાછળ ખર્ચ કરવામાં આવેલ કરોડો રૂપિયા વ્યર્થ.

તાલુકામાં વિવિધ વિકાસ કામો પાછળ ફળવાતા નાણાનો દુરુપયોગ:સરકારના શાસનને સ્થિર રાખવામાં આડખીલી રૂપ વહીવટી તંત્રોની કાર્યરીતિ સુધારવા માંગ.

( પ્રતિનિધિ ) સુખસર,તા.03

ફતેપુરા તાલુકામાં છેલ્લા પાંચ વર્ષથી શૌચાલયના નામે જવાબદાર તંત્રના સહયોગથી કરોડોનું ચાલતું કૌભાંડ.!!

ફતેપુરા તાલુકાને તાલુકાનો દરજ્જો મળ્યા બાદ તાલુકાની પ્રજામાં હવે વિકાસ થશેની આશામાં ખુશીની લહેર જોવા મળતી હતી.પરંતુ તાલુકા કક્ષાનો દરજજો મળ્યા બાદ એક દાયકા ઉપરાંતનો સમય વીતી ચૂક્યો હોવા છતાં વિકાસ તો ઠીક પરંતુ સરકાર દ્વારા પ્રજાના ભૌગોલિક વિકાસના નામે ફળવાતા કરોડો રૂપિયા નો દુરુપયોગ કરવામાં આવતો હોવાની તાલુકાની પ્રજામાં ચર્ચાઓ ઉઠવા પામેલ છે.ત્યારે ફતેપુરા તાલુકામાં સરકારના શાસનને સ્થિર રાખવામાં આડખીલી રૂપ બનતા વહીવટી તંત્રોની કાર્યરીતે સુધારવા સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવે તે ખૂબ જ જરૂરી જણાય છે.તાલુકામાં અન્ય વિકાસ કામો તો ઠીક પરંતુ સૌચાલયની કામગીરીમાં ફળવાતા કરોડો રૂપિયાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવા ની ચર્ચા તાલુકામાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામેલ છે.

 

જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં વર્ષ 2016-17 થી સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં વ્યક્તિગત તથા સામુહિક શૌચાલયની કામગીરીની શરૂઆત કરવામાં આવેલ છે.જેમાં વ્યક્તિગત શૌચાલય બાંધકામ માટે રૂપિયા 12000/- શૌચાલય દીઠ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. સામુહિક શૌચાલયમાં 5 શૌચાલયનું બાંધકામ કરવાનું હોય છે.અને તેના માટે સૌચાલયની સંપૂર્ણ કામગીરી થયા બાદ રૂપિયા 60,000/-હજાર સૌચાલય બાંધકામ કામગીરી કરનાર મંડળ કે ગ્રામ પંચાયતને ફાળવવામાં આવે છે.જેમાં સરકારનો ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતાં એક-એક પરિવારને સૌચાલયનો લાભ આપવા ઠરાવેલ છે.જેમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલયોનું બાંધકામ થયેલ નથી.અને જે જગ્યાએ આ શૌચાલયોની કામગીરી કરવામાં આવેલ છે. જેમાંથી મોટાભાગના સૌચાલયોમાં શૌચાલયના ડટ વિના બિન કાર્યરત છે. તાલુકામાં એવા પરિવારો છે કે જે લોકોના નામે શૌચાલય સરકારી ચોપડે નોંધાયેલ હોય પરંતુ સ્થળ ઉપર કોઈ કામગીરી જોવા મળતી નથી. જ્યારે તાલુકાના દરેક ગામડાઓમાં સામુહિક શૌચાલય પણ બનાવવામાં આવેલ છે અને તેના પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ છે પરંતુ એક વર્ષ અગાઉ બનાવવામાં આવેલ 90 ટકા ઉપરાંતના આ સામુહિક શૌચાલયો બિન કાર્યરત જોવા મળે છે.તેમજ અનેક સામુહિક શૌચાલયો ખંડેર હાલતમાં થઈ ચૂક્યા છે.જોકે વહીવટી તંત્રોને આ બાબત કલ્પના કે આક્ષેપ લાગે તો સ્થળ તપાસ કરી ગ્રામ્ય વિસ્તારના વ્યક્તિગત તથા સામુહિક શૌચાલયોની સાચી હકીકત જાણવી પણ જરૂરી છે.

અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે હાલ 33 જેટલા અલગ-અલગ મિશન મંગલમ જૂથ તથા સખી મંડળોના નામે 1665 સૌચાલયો બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.અને આ શૌચાલયના બાંધકામ પાછળ રૂપિયા 19980000/- ફાળવવામાં આવ્યા હોવાનું સરકારી દફતરમાં નોંધાયેલ છે. પરંતુ આ ફાળવવામાં આવેલ નાણા દ્વારા શૌચાલયની કામગીરી હોવી જોઈએ તેમાં મોટાભાગના શૌચાલયો માં અધૂરપ જોવા મળે છે.અને કેટલીક જગ્યાએ જે-તે લાભાર્થીને લાભ આપવા જણાવેલ છે તેમાં કેટલાક લાભાર્થી પોતાના નામે સૌચાલય ફળવાયુ હોવાની બાબતથી જ અજાણ હોવાના પણ અનેક કિસ્સાઓ છે.

બીજી બાજુ જોઈએ તો ફતેપુરા તાલુકામાં જે લોકોએ વ્યક્તિગત રીતે સૌચાલયનું બાંધકામ કરેલ છે તેવા લાભાર્થીઓ છેલ્લા એક વર્ષ ઉપરાંતથી તાલુકાના ધક્કા ખાતા હોવા છતાં તેઓને સૌચાલયના મળવાપાત્ર નાણા ચૂકવવામાં નહીં આવતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામેલ છે.જ્યારે તાલુકામાં સૌચાલય માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે- ત્યારે મિશન મંગલમ જૂથો તથા સખી મંડળોના નામે લાખો રૂપિયા ફાળવી આપવામાં આવતા હોય છે.ત્યારે આ સખી મંડળો તથા મિશન મંગલમ જૂથો અને ગ્રામ પંચાયતો દ્વારા ખરેખર સૌચાલયની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે કે કેમ?તેની તપાસ બાદ જ આ નાણાં ફાળવવા જોઈએ.

અહીંયા એ પણ નોંધનીય બાબત છે કે,ફતેપુરા તાલુકામાં વિવિધ વિકાસ કામો પાછળ વર્ષે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે.પરંતુ ફાળવાયેલ નાણા પૈકી કેટલાક નાણાનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે.ત્યારે સરકારના શાસનને સ્થિર રાખવામાં સ્થાનિક વહીવટીતંત્રો આડખીલી રૂપ બનતા હોય તેવું પણ જણાઈ રહ્યું છે. અને છેલ્લા પાંચેક વર્ષથી ફતેપુરા તાલુકામાં શૌચાલયના બાંધકામ પાછળ સરકાર દ્વારા ફાળવવામાં આવતા નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું તાલુકાની પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.ત્યારે સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ફતેપુરા તાલુકામાં ફાળવવામાં આવેલ નાણાં તથા તેના દ્વારા કરવામાં આવેલ કામગીરીની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી શકે તેમાં કોઈ બેમત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!