સુખસર તાલુકાના સરસવા પૂર્વ પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો* *સેવા સેતુ કાર્યક્રમમાં સરસ્વા પૂર્વ, ચીખલી,ગવાડુંગરા,બલૈયા,ભાટ મુવાડી,નીંદકાપૂર્વ,ટાઢીગોળી,આસપુર અને રૂપાખેડાના લાભાર્થીઓએ લાભ લીધો*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*સુખસર તાલુકાના સરસવા પૂર્વ પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો*

*સેવા સેતુ કાર્યક્રમમાં સરસ્વા પૂર્વ, ચીખલી,ગવાડુંગરા,બલૈયા,ભાટ મુવાડી,નીંદકાપૂર્વ,ટાઢીગોળી,આસપુર અને રૂપાખેડાના લાભાર્થીઓએ લાભ લીધો*

સુખસર,તા.22

     “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ” અને “જનસેવા • સરદાર • તમારો સુધી” ના સૂત્ર સાથે ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સુખસર તાલુકામાં સરસ્વા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ નાગરિકોને એક જ સ્થળે અને સરળતાથી મળી રહે તે માટે આજુબાજુ મના સરસ્વાપૂર્વ, ચીખલી,ગવાડુંગરા,બલૈયા,ભાટ મુવાડી,નિંદકા પૂર્વ,ટાઢીગોળી , આસપુર અને રૂપાખેડાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

આ કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ જેવી કે આવકના દાખલા,જાતિના દાખલા, રેશનકાર્ડ,આધારકાર્ડ,વિધવા સહાય, વૃદ્ધ સહાય સહિતની કામગીરી સ્થળ ઉપર જ કરવામાં આવી હતી.

      આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર,પ્રદેશ અઘ્યક્ષ શંકરભાઇ આમલીયાર, સુખસર તાલુકા પ્રમુખ ભરતભાઈ ડીંડોર, પ્રફુલભાઈ ડામોર,નિંદકા જિલ્લા સભ્ય,જિલ્લા બાંધકામ સમિતિ ચેરમેન,તેમજ સરસ્વા,રૂપાખેડા, ચીખલી,આસપુર,પાડલીયાના સરપંચો,સરસ્વા ગામના અગ્રણીઓ સુખસર મામલતદાર,ટી ડી ઓ, અલગ અલગ શાખાના કર્મચારીઓ તેમજ આજુબાજુ ગામના અરજદારો હાજર રહ્યા હતા.

Share This Article