દેવગઢ બારિયાના મોતીપુરામાં દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોને રાહત.! છેલ્લા કેટલાક દિવસથી રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ; વન વિભાગે ગોઠવેલા પાંજરામાં માદા દીપડો ઝડપાયો

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દેવગઢ બારિયાના મોતીપુરામાં દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોને રાહત.!

છેલ્લા કેટલાક દિવસથી રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ; વન વિભાગે ગોઠવેલા પાંજરામાં માદા દીપડો ઝડપાયો

દાહોદ તા.22

દેવગઢ બારિયા તાલુકાના મોતીપુરા વિસ્તારમાં ઘણા સમયથી રહેણાંક વિસ્તારમાં દીપડાની હાજરીથી ગ્રામજનોમાં એક પ્રકારની દહેશત ફેલાઈ હતી સાથે જ ગ્રામજનોએ વન વિભાગને આ દીપડાને પાંજરે પુરવા માટે માંગ કરી હતી જે બાદ વન વિભાગ દ્વારા દીપડાને ઝબ્બે કરવા માટે મારણ સાથે પાંજરું મૂક્યું હતું. આજરોજ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ફરતો દિપડો પાંજરે પુરાયો હતો. જરા પગલે ગ્રામજનોમાં રાહત ફેલાઈ હતી.

 

 

 

દેવગઢ બારિયા તાલુકાના મોતીપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દીપડો શિકારની શોધમાં વિસ્તારમાં ફરતો હોવાની માહિતી મળતાં સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી દીપડાને પકડવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. જોકે સ્થાનિકોની રજૂઆત બાદ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. શિકારની શોધમાં વિસ્તારમાં ફરતો દીપડો આખરે વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પુરાઈ ગયો હતો.પાંજરે પુરાયેલો દીપડો માદા દીપડો હોવાનું સામે આવ્યું છે. દીપડો પાંજરે પુરાતા મોતીપુરા વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ દ્વારા હવે દીપડાને સલામત સ્થળે ખસેડવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Share This Article