
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ શહેર સહિત જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન ડેન્ગ્યુ જેવા પાણીજન્ય રોગોનો વધારો: દવાખાનામાં દર્દીઓનો ભરાવો
દાહોદ તા.૦૩
દાહોદ શહેર સહિત જિલ્લામાં ડેન્ગ્યુંના શંકાસ્પદ કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. દાહોદ તાલુકા હેલ્થ કચેરીના અંતર્ળુ સુત્રો પાસેથી જાણળા મળ્યાં અનુસાર દાહોદ જિલ્લામાં ૫૦ જેટલા ડેગ્ન્યુના શંકાસ્પદ કેસ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટી રહ્યો છે ત્યારે આ મામલે આરોગ્ય તંત્ર દ્વારા જાહેર જનતાના આરોગ્યને હિતમાં રાખી આરોગ્યલક્ષી કામગીરીનો આરંભ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જાણવા મળ્યાં અનુસાર, સૌથી વધુ કેસ દાહોદ શહેરમાં છે. ત્યારે ફોગીંગ અને દવાનો છંટકાવ કરવામાં આવે તે જરૂરી છે.
એક તરફ કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકાઓ અને બીજી તરફ હાલ ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગોથી પણ જાહેર જનતામાં ચિંતાનો માહોલ સતાવી રહ્યો છે. ખાસ કરીને ડેગ્ન્યું જેવા રોગે દાહોદ શહેર જિલ્લામાં પગ પેસારો કર્યાેં હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લામાં કુલ ૫૦ જેટલા ડેન્ગ્યુંના કેસો સામે આવ્યાં છે. ઘણા કેસો ખાનગી હોસ્પિટલોમાં જતાં ત્યાં રિપોર્ટમાં ખુલાસો થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો રાફડો ફાટી રહ્યો છે. શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણોના દર્દીઓનો હોસ્પિટલોમાં ભારે ઘસારો પણ જાેવા મળી રહ્યો છે. મચ્છર જન્ય રોગોના ઉપદ્રવને ડામવા દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સુનિશ્ચિત આયોજન કરે તે અતિ આવશ્યક બન્યું છે. ડેન્ગ્યું, મલેરીયા, ટાઈફોડ જેવી બિમારીઓએ જિલ્લામાં પગપેસારો કરતાં લોકોના સ્વાસ્થ્ય પર અસર જાેવા મળી રહી છે. મચ્છર જન્ય રોગોને નાથવા આરોગ્ય તંત્ર દ્વારા દાહોદમાં મચ્છર જન્ય રોગોને રોકવા માટે તંત્ર દ્વારા દવાનો છંટકાવ તેમજ ફોગીગ કરવામાં આવે તો મચ્છરથી થતા રોગો ઉપર અંકુશ આવી શકે તેમ છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે નગર તેમજ તાલુકામાં દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
————–