ફતેપુરામાં ACB કેસ બાદ સહકારી મંડળીમાં મોટી કાર્યવાહી ઉપશીર્ષક ચેરમેન અશ્વિન પારગી પદભ્રષ્ટ, સમગ્ર સંચાલક મંડળ ડિસક્વોલિફાઇડ; જિલ્લા રજિસ્ટ્રારના આદેશથી નવી કમિટીની રચનાનો માર્ગ મોકળો

Editor Dahod Live
2 Min Read

ફતેપુરામાં ACB કેસ બાદ સહકારી મંડળીમાં મોટી કાર્યવાહી

ઉપશીર્ષક

ચેરમેન અશ્વિન પારગી પદભ્રષ્ટ, સમગ્ર સંચાલક મંડળ ડિસક્વોલિફાઇડ; જિલ્લા રજિસ્ટ્રારના આદેશથી નવી કમિટીની રચનાનો માર્ગ મોકળો

દાહોદ તા.20

ફતેપુરા તાલુકાની મોટાકદની સહકારી મંડળીના વહીવટને લઈને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ACB કેસ બાદ મંડળીના ચેરમેન અશ્વિન પારગીને તાત્કાલિક અસરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે. સાથે જ સમગ્ર સંચાલક મંડળને ડિસક્વોલિફાઇડ જાહેર કરવામાં આવતાં સહકારી ક્ષેત્રમાં ચકચાર મચી છે.

 

મળતી માહિતી મુજબ, અરજદાર કલ્પેશ પારગી દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ મંડળીના વહીવટ અને ચૂંટણી પ્રક્રિયા અંગેની બાબતોને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને વર્ષ 2015 બાદ મંડળીની સામાન્ય ચૂંટણી યોજાઈ ન હોવાની બાબત પણ વિવાદના કેન્દ્રમાં રહી હતી.આ દરમિયાન બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટમાં ચાલી રહેલો કેસ પાછો ખેંચાતા મંડળીમાં નવી ચૂંટણી અને નવી વ્યવસ્થાપક સમિતિની રચનાનો માર્ગ વધુ સ્પષ્ટ થયો હોવાનું જાણવા મળે છે.જિલ્લા રજિસ્ટ્રારના આદેશ મુજબ હવે મંડળીની વિશેષ સાધારણ સભા બોલાવી નવી મેનેજિંગ કમિટીની રચના કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ મંડળીના વહીવટમાં નિયમોનું પાલન, પારદર્શિતા અને યોગ્ય વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવાનો હોવાનું જણાવાયું છે.ચેરમેન સહિત સમગ્ર સંચાલક મંડળ સામે થયેલી આ કાર્યવાહી બાદ હવે નવી કમિટીની રચના અને આગામી ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે આગળ વધે છે, તેના પર સહકારી ક્ષેત્રની નજર મંડાઈ છે.

Share This Article