રાજેશ વસાવે :- દાહોદ
સ્માર્ટ રોડ અપગ્રેડેશન અંતર્ગત રોડ પહોળા કરવાની કામગીરીનો પ્રારંભ,સ્લમ વિસ્તારમાં દબાણો દૂર કરાશે..!!
દાહોદ શહેરના વોર્ડ નંબર 3 માં વહીવટી તંત્રની ટીમો દ્વારા માપણી સાથે ડિમાર્ગેશનની કામગીરી હાથ ધરી..
સ્લમ વિસ્તારના કાચા મકાનો,ઝૂપડા,તેમજ પાકા મકાનો, હાઈરાઈઝ બિલ્ડીંગોનું અમુક ભાગ દબાણમાં..
વોર્ડ નંબર -3 માં ત્રણ મંદિર તેમજ મસ્જિદ સહિત ચાર સ્થળો પર બુલડોઝર ચાલશે..
દાહોદ તા.25
દાહોદ શહેરના ગોધરારોડથી ઠક્કર ફળિયા સુધીના સુધીના માર્ગ પર વહીવટી તંત્ર દ્વારા રોડ અપગ્રેડેશન અંતર્ગત રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરી છે.જે અંતર્ગત આ વિસ્તારમાં રસ્તા ઉપર આવેલા દબાણો દૂર કરવા બાબતે આજરોજ પ્રાંત અધિકારી એન.બી.રાજપૂતની અધ્યક્ષતામાં વહીવટી તંત્રની ટીમો દ્વારા શહેરના તળાવ ફળિયા ભીલવાડા,મારવાડી ચાલ, તથા ઠક્કર ફળિયા વિસ્તારમાં રસ્તાના દબાણમાં આવતા કાચા પાકા મકાનોની માપણી કરી ડીમાર્ગેશનની કામગીરી ઉપરોક્ત વિસ્તારોમાં એક તબક્કે સ્થાનિકોમાં ઉચવાટની સાથે સ્તબ્દતાનો માહોલ જોવા મળ્યો હતો.તો બીજી તરફ દબાણકર્તાઓમાં પણ એક પ્રકારનો ફાફડાટ જોવા મળ્યો હતો.
દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત 11 જેટલાં રોડ અપગ્રેડેશનની કામગીરી હવે વેગવંતી બની છે.શહેરના ગોધરા રોડથી બસ સ્ટેશન વિસ્તારમાં તબક્કાવાર સ્માર્ટ રોડ અપગ્રેડેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.તો બીજી તરફ ગોધરા રોડ ભરવાડ વાસથી ઠક્કર ફળીયા સુધીના માર્ગમાં અવરોધરૂપ દબાણો હોવાથી આજે પ્રાંત અધિકારી એન.બી.રાજપુતની નિધરાણીમાં મામલતદાર કચેરી, સીટી સર્વે, નગરપાલિકા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે શહેરના તળાવ ફળીયા ભીલવાડા, મારવાડી ચાલ, તેમજ ઠક્કર ફળીયા વિસ્તારમાં સીટી સર્વે વિભાગ દ્વારા રસ્તાની માપણી શરૂ કરતા લોકોના ટોળાટોળા ભેગા થયા હતા.આ વિસ્તારમાં આવેલા સ્લમ જ્યાં નાના અને ગરીબ પરિવારો વસવાટ કરે છે તેઓના પણ કાચા મકાનો,તથા ઠક્કર ફળીયા વિસ્તારમાં આવેલા પાકા મકાનો હાઇરાઇઝ બિલ્ડીંગો, જે રસ્તામાં દબાણમાં આવતી હોવાથી માપણી કરી ડિમાર્ગેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેના પગલે ઉપરોક્ત વિસ્તારોમાં ઉચવાટની સાથે સ્તબ્દતા છવાઈ જવા પામી હતી તો દબાણ કરતાઓમાં પણ ફફડાટનું માહોલ જોવા મળ્યો હતો.
માપણી બાદ ડીમાર્ગેશન થતા દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે..
વોર્ડ નંબર 3 ના સ્લમ વિસ્તાર કહેવાતા તળાવ ફળિયા ભીલવાડા, સાંસીવાડ, મારવાડી ચાલ,તેમજ ઠક્કર ફળીયામાં રસ્તાના દબાણમાં આવતા સ્લમ વિસ્તારના કાચા મકાનો,ઝૂપડા,તેમજ પાકા મકાનો, હાઈરાઈઝ બિલ્ડીંગોનું અમુક ભાગ દબાણમાં આવતો હોવાથી તંત્રની ટીમો દ્વારા માપણી બાદ ડીમાર્ગેશન કરતા હવે રસ્તામાં આવતા દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા જે તે દબાણ કરતા અને નોટિસ પાઠવવામાં આવશે અને ત્યારબાદ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
એપ્રિલ-મે માં મેગા ડિમોલિશન બાદ ચોમાસા દરમિયાન કામગીરી પર બ્રેક લાગી હતી..
અત્રે ઉલ્લેખની એ છે કે સ્માર્ટ સિટી અંતર્ગત એપ્રિલ મે માસમાં મોટા પાયે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ ચોમાસાની ઋતુ આવતા ચોમાસા દરમિયાન આ તમામ કામગીરી પર ગાઈડ લાઇન ના લીધે બ્રેક વાગ્યો હતો. પરંતુ હવે ચોમાસાએ વિધિવત રીતે વિદાય લેતા સ્માર્ટ સિટી ઓથોરિટી દ્વારા સ્માર્ટ રોડ અપગ્રેડેશનની કામગીરી શરૂ કરી વેગવંતી બનાવી છે ત્યારે ઉપરોક્ત વિસ્તારોમાં રસ્તામાં આવતા દબાણ દૂર કરવા માટે પણ તંત્ર દ્વારા ડીમારગેશનની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે ત્યારે હવે આવનારા સમયમાં કયા વિસ્તારમાં કેટલું દબાણ તોડવામાં આવશે. તે તો આવનાર સમયે જ બતાવશે.
વોર્ડ નંબર -3 માં ત્રણ મંદિર તેમજ મસ્જિદ સહિત ચાર સ્થળો પર બુલડોઝર ચાલશે..
વોર્ડ નંબર -3 માં આગામી સમયમાં રસ્તા પહોળા કરવાની કામગીરી દરમિયાન ડીમાર્ગેશન કરેલા દબાણો દૂર કરવા ડિમોલેશન ડ્રાઇવ યોજવામાં આવશે.જેમાં સાંસીવાડ નજીક એક, ભીલવાડામાં એક તેમજ એક મારવાડી ચાલમાં મળી કુલ ત્રણ મંદિર તેમજ ઠક્કર ફળિયામાં વોરા સમાજની મસ્જિદનો અમુક ભાગ દબાણમાં આવતો હોવાથી તંત્ર દ્વારા આ ચારેય ધાર્મિક સ્થળોને તોડી પાડવાની કવાયત હાથ ધરવામાં આવશે.