ત્રીજી વખત દિલ્હી-મુંબઈ રૂટના રેલવે ફાટક નંબર 61ને તોડીને ડમ્પર ટ્રેકમાં ઘુસ્યુ.
થાંદલા નજીક એલસી ગેટ નંબર 61 પર બેકાબુ ડમ્પર રેલવે ક્રોસિંગ પર વાહનોને કચડી રેલવે ટ્રેક પર આવી ચઢ્યો:10 થી 12 લોકો ઈજાગ્રસ્ત..
રેલવે સત્તાધિશોમાં દોડધામ મચી, ઓવરહેડ વાયર સાથે પોલ તૂટ્યું,
એક કલાકની જહેમત બાદ દિલ્હી-મુંબઈ રૂટ ચાલુ કરાયો..
દાહોદ તા.25
પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં ગતરોજ મંગળવારે રાત્રે દિલ્હી-મુંબઈ રૂટ પર થાંદલારોડ સ્ટેશન નજીક રેલવે ફાટક નંબર (LC/61) પર એક પૂરઝડપે આવતું ડમ્પર ઘૂસી ગયુ હતી.આ ઘટના રાત્રે 12.00 વાગ્યાની આસપાસ બની હતી.જે સમયે ફાટક બંધ હતો.અને ફાટક ખૂલવાની રાહ જોતા બંને તરફ વાહનો ઉભા હતા.ત્યારે થાંદલા બાજુથી ઓચિંતુ પૂર ઝડપે આવતું ડમ્પરે ફાટક ખુલવાની રાહ જોઈ રહેલી બે જીપ અને મોટરસાઈકલને ટક્કર મારી હતી.અને રેલ્વે ફાટક તોડીને રેલ્વે લાઈનમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે જીપમાં સવાર 10 થી 12 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.સ્ટેશન સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તમામ ઈજાગ્રસ્તોને બચાવી સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.જોકે ડમ્પર ફસાઈ જવાને કારણે દિલ્હી-મુંબઈ રૂટ પણ બંધ થઈ ગયો હતો.અને બેકાબુ ડમ્પરે રેલવેના OHE ( ઓવર
હેડલાઈન)ને તોડી નાખતા એક વીજ પોલ પણ તૂટી ગયું હતું.ઘટના બાદ રેલ્વે કંટ્રોલને માહિતી મળતાની સાથે જ અકસ્માત રાહત ટ્રેનને સ્થળ પર જવા માટે રવાના કરવામાં આવી હતી.અને રેલવે ટ્રેક પરથી ડમ્પર હટાવી અને રેલ લાઇન અને ફાટકનું સમારકામ કર્યું હતું. અંદાજે એક કલાકના સમય બાદ ટ્રેનો ચાલવા લાગી હતી.
થાંદલા નજીક એલસી ગેટ નંબર 61 પર પાંચ વર્ષમાં ત્રીજી ઘટના બની.
આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા 5 વર્ષમાં આ ફાટક પર ત્રણ અકસ્માતો થયા છે.જેમાં ઑક્ટોબર 2018 માં, એક ઝડપી ટ્રકે રેલવે ફાટક તોડીને રાજધાની એક્સપ્રેસમાં ટક્કર મારી હતી.ત્યારબાદ બીજો અકસ્માત 2020-21માં થયો,તેમાં પણ એક ટ્રકે રેલવે ફાટક તોડી નાખ્યું. ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.
અકસ્માત નિવારવા રેલવેએ ઓવરબ્રિજ મંજુર કર્યું,ROB ટેન્ડર પ્રક્રિયામાં છે.
વર્ષ 2018માં રાજધાની એક્સપ્રેસમાં ટ્રક ઘૂસી ગયા પછી,રેલ્વેએ અહીં ROB બનાવવાની યોજના બનાવી હતી. ડ્રોઈંગ અને નકશા તૈયાર કરવામાં આવ્યા હતા.અને 2019માં રેલ્વેએ બ્રિજના બાંધકામનો પણ બજેટમાં સમાવેશ કર્યો હતો.આમ છતાં હજુ સુધી બ્રિજનું કામ શરૂ થયું નથી. રેલવે અધિકારીઓનું કહેવું છે કે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને તે ફાઇનલ થયા બાદ બ્રિજ પર કામ શરૂ થશે.